Western Times News

Gujarati News

લવ બર્ડ્‌સ આલિયા-રણબીર ન્યૂ યર કરવા માટે ઉપડ્યા

મુંબઈ: બોલિવુડના સેલેબ્સ દર વર્ષે ન્યૂ યર મનાવવા માટે પોતાના ફેવરિટ ડેસ્ટિનેશને પહોંચી જતા હોય છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યૂ યર માટે ગોવા તો અરબાઝ અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા સેલિબ્રેશન માટે દુબઈ પહોંચી ગયા છે. ત્યારે આજે (૨૯ ડિસેમ્બર) રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.

આલિયા અને રણબીર ન્યૂ યર સેલિબ્રેશન માટે ક્યાંક જઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ લવ બર્ડ્‌સની સાથે તેમનો પરિવાર પણ જાેડાયો છે.

જેમાં નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર, તેનો પતિ ભરત, દીકરી સમારા સાહની તેમજ આલિયાની મમ્મી સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટનો સમાવેશ થાય છે. એરપોર્ટ પર આલિયા નીતૂ કપૂરને હગ કરતી જાેવા મળી હતી. ટ્રિપ માટે રણબીર કપૂરે બ્લૂ ટ્રેક સૂટ અને આલિયાએ ઓલિવ કોર્ડ સેટ પસંદ કર્યો હતો. જ્યારે રિદ્ધિમા અને નીતૂ કપૂર બ્લેક ડેનિમ અને ટી-શર્ટમાં જાેવા મળ્યા હતા.

આલિયાની મમ્મીએ બ્લૂ ડેનિમ, વ્હાઈટ ટોપ તો શાહીને બ્લેક ડેનિમ અને ઓરેન્જ હૂડી પહેરી હતી. હજુ ૨૫મી ડિસેમ્બરે જ આલિયા અને રણબીરનો પરિવાર ક્રિસમસ સેલિબ્રેશન માટે ભેગો થયો હતો. જે આલિયાની મમ્મી સોનીના ઘરે થયું હતું. સોની રાઝદાને પોતાના ઘરે ક્રિસમસ ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં જેમાં રણબીર, નીતૂ કપૂર, રિદ્ધિમા કપૂર, પતિ ભરત અને દીકરી સમારા હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.