Western Times News

Gujarati News

‘લવ યુ શંકર’ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ રિલીઝ થવા માટે તૈયાર 

શ્રેયસ તલપડે અને તનીષા મુખર્જીની ફિલ્મ

આ ફિલ્મ એસડી વર્લ્ડ ફિલ્મસ પ્રોડક્શન અને વિસિકાફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ બેનર હેઠળ રિલીઝ થશે

મુંબઈ, પવિત્ર શહેર બનારસની પૃષ્ઠભુમિ પર આધારિત આ ફિલ્મ એક આઠ વર્ષના છોકરા અને ભગવાન શિવની વચ્ચે બંધનની આસપાસ ફરે છે. ટ્રેલરની શરૂઆત શ્રેયસ અને નાના છોકરાના પરિચયથી થાય છે. જેમ-જેમ વીડિયો આગળ વધે છે એમ તમે જોઇ શકો છો કે એમની અને ભગવાન શંકરની દોસ્તી કેવી રીતે વધે છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ મસ્ત છે.

આ ફિલ્મ માટે એક્ટર શ્રેયસ તલપડે સુપર એક્સાઇટેડ છે. એક્ટરે ફિલ્મને લઇને કહ્યું કે, લવ યુ શંકરનો હિસ્સો બનવું અદભૂત હતુ. આ એક એવી કહાની છે જે તમને હસાવશે અને સાથે-સાથે જીવનના અનેક સ્ટેપ્સ પર તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. આ રીતની ફિલ્મ વાસ્તવમાં તમને પકડી રાખે એવી છે. આ સાથે વધુમાં જણાવે છે કે ખૂબસુરત ફિલ્મથી દર્શકોને મનોરંજન કરાવવા માટે હું ઉત્સાહિત છું.

આ સાથે એક્ટ્રેસ તનીષા મુખર્જીનું કહેવુ છે કે, હું આ વિશેષ ફિલ્મનો હિસ્સો બનીને બહુ સારું ફિલ કરુ છું. આ એક ખૂબસુરત કહાની છે જે તમને ગમી જશે અને તમને વિશ્વાસ કરવા પર મજબૂર કરશે. અમારા પ્યારા નાના ભગવાન શિવ નિશ્વિત રૂપથી તમને હસાવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે. આમ, ટ્રેલર જોયા પછી તમને પણ આ ફિલ્મ જોવાનું મન થઇ જશે. આ ફિલ્મની કહાની બહુ મસ્ત છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.