લશ્કરની કેન્ટિનમાં ચાઈનિસ સામાન પર પ્રતિબંધ લદાયો
નવી દિલ્હી, ચીન સાથે વધી રહેલા વિવાદ દરમિયાન ભારત સરકારે ચીની વેપાર પર અંકુશની નીતિ અપનાવી છે. તાજેતરમાં ભારતીય રક્ષા મંત્રાલયે આર્મી કેન્ટીનમાં વેચાઇ રહેલા ચાઇનીઝ સામાન પર પ્રતિબંધ લાદ્યવાનો પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકારની આર્ત્મનિભર ભારત યોજના હેઠળ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે એ માટે દેશભરના સીએસડી કેન્ટીન્સમાં ચીન સહિત અન્ય દેશોના ઉત્પાદનોનું વેચાણ બંધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
કેન્ટિન સ્ટોર ડિપાર્ટમેન્ટ દેશભરમાં બહોળી રિટેલ ચેઇન સંચાલન કરી રહી છે. જેના ૩૫૦૦થી વધુ કેન્ટીન છે અને ઉત્તરમાં સિયાચીન ગ્લેશિયરથી માંડીને દક્ષિણમાં અંડમાન-નિકોબાર સુધી ફેલાયેલા છે.
સીએસડી-કેન્ટીન્સમાં ૫ હજારથી વધુ ઉત્પાદનોનું વેચાણ થાય છે. જેમાંથી ૪૦૦ વિદેશો ઉત્પાદનો છે. આ ઉત્પાદનોમાં ટોયલેટ બ્રશ, ડાયપર પેન્ટ્સ, રાઇસ કૂકર, ઇલેક્ટ્રિક કેટલ્સ, સેન્ડવિચ ટોસ્ટર, વેક્યુમ ક્લિનર્સ, ચશ્મા, લેડીઝ હેન્ડબેગ આદિનો સમાવેશ થાય છે. આવા ઉત્પાદનો ચાઇનીઝ કંપનીઓના હોય છે. જેને બંધ કરીને સ્વદેશી ઉત્પાદનો પહોંચાડવામાં આવશે. રિપોર્ટ મુજબ કેન્ટીનમાં વેચાતી વિદેશી દારુ પણ બંધ થશે.SSS