Western Times News

Gujarati News

લશ્કરની વિનંતી સ્વીકારીને મેક્સિમમ સ્પીડે ટ્રેન દોડાવાઇ, નિર્ધારિત સમય કરતાં સત્તાવીસ મિનિટ વહેલી પહોંચી

નવી દિલ્હી, ભારતીય લશ્કરના જવાનોને નિશ્ચિત સ્થળે સમયસર પહોંચાડવા રેલવે તંત્રે રાજધાની એક્સપ્રેસને મેક્સીમમ સ્પીડે દોડાવી હોવાની માહિતી મળી હતી.

રેલવેના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય લશ્કરના 100 જવાનોને તેમના સામાન સાથે રામગઢથી દિલ્હી પહોંચવાનું હતું. ભારતીય લશ્કરે રેલવેને વિનંતી કરી હતી કે ટ્રેનને એની મેક્સિમમ સ્પીડે દોડાવો.

કેટલાંક કારણોથી આ જવાનો રામગઢને બદલે બરકાકાનાથી ચડી શકતા હતા. બરકાકાનામાં માત્ર પાંચ મિનિટ રોકાતી ટ્રેનમાં આ જવાનો તેમના સામાન સાથે ચડી શકે એવી શક્યતા ઓછી હતી. એટલે રેલવેના રાંચી ડિવિઝને રાજધાની એક્સપ્રેસને મેકિસ્મમ સ્પીડે દોડાવીને બરકાકાના પહોંચાડી હતી જેથી જવાનોનો સમચ સચવાઇ રહે અને ટ્રેન પણ સમયસર એના ગંતવ્ય સ્થાને પહોંચી શકે.

સામાન્ય રીતે રાજધાની એક્સપ્રેસ સાંજે સાતને પચીસ મિનિટે બરકાકાના પહોંચે છે. પરંતુ મેક્સિમમ સ્પીડે ટ્રેન દોડાવવાથી ટ્રેન સાંજે સાતને આઠ મિનિટે બરકાકાના પહોંચી હતી અને લશ્કરના જવાનો પોતાના સામાન સાથે ટ્રેનમાં સહેલાઇથી ચડી શક્યા હતા.

રેલવેના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય લશ્કરની જરૂરિયાત સમજીને અમે આ નિર્ણય લીધો હતો. લશ્કરના જવાનોને મદદ કરવાની દરેકની ફરજ ગણાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.