લશ્કર-એ-ખાલસા દ્વારા ભારતમાં શાંતિ ભંગ કરવા પાકિસ્તાનનો પ્રયાસ

નવીદિલ્હી, ભારતનું વધતું જતું કદ અને વિશ્વભરમાં તેની પહોંચથી પાકિસ્તાનને ન પચે તે સ્વાભાવિક છે. જેથી પાડોશી દેશ હંમેશા કોઈને કોઈ રીતે ભારતમાં અશાંતિ ફેલાવવાનું આયોજન કરે છે. ફરી એકવાર પાકિસ્તાનના નાપાક ઈરાદાઓનો પર્દાફાશ થયો છે. ઈન્ટેલિજન્સ બ્યુરોએ જણાવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ લશ્કર-એ-ખાલસા નામના નવા આતંકવાદી જૂથ ની રચના કરી છે.
આઈબીના અહેવાલ મુજબ, લશ્કર-એ-ખાલસા આતંકવાદી જૂથ આ સમયે સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે અને તે યુવાનોને છેતરીને આતંકવાદી સંગઠનમાં જાેડાવા માટે સમજાવી રહ્યું છે. આઈબીએ આ મામલે અન્ય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પોલીસને પણ ચેતવણી આપી છે.
લશ્કર-એ-ખાલસા આતંકવાદી જૂથ ભારતમાં અશાંતિ ફેલાવવાના હેતુથી સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓની યોજના બનાવવા માટે નવા ફેસબુક આઈડી દ્વારા લોકોને જાેડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
એવું પણ સામે આવ્યું છે કે લશ્કર-એ-ખાલસા નામનું આ આતંકવાદી સંગઠન ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા માટે મોટી સંખ્યામાં અફઘાન નાગરિકોની ભરતી કરી શકે છે.
આઇબી રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર અધિકારી અમર ખાલિસ્તાની આઝાદ ખાલિસ્તાન નામથી કેટલાંક ફેસબુક પેજનું સંચાલન પણ કરી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ નવા સંગઠનમાં મોટી સંખ્યામાં અફઘાન આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ આતંકી સંગઠનમાં સામેલ નવા લોકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે.HS