લશ્કર- એ -તોયેબાએ મુંબઈમાં ફરી બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી

મુંબઇ, લશ્કર – એ- તોયેબાએ ફરી એકવાર હુમલાની ધમકી આપી છે. ફરી એક વાર મુંબઈને નિશાનો બનાવવા માટે લશ્કર-એ – તોયેબા તૈયારી કરી રહ્યું છે. આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે ૧૦૦ બિટકોઈન આપો નહીંતર મુંબઈ અને તેની હોટેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.મુંબઈ અને તેની આસપાસના ૫ ફાઈવ સ્ટાર હોટેલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈ- મેઈલ મુંબઈની ૩ જેટલી હોટેલોને મળ્યો છે. હોટેલોને લશ્કરે- એ – તૈયબાના નામથી ધમકી ભરેલો ઈ મેઈલ મળ્યો છે.
ઈ -મેઈલ ૨૪ કલાકની અંદર ૧૦૦ બીટકોઈનની માંગ કરવામાં આવી છે. જો માંગણી પુરી નહીં કરવામાં આવે તો હુમલો કરવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે.
ઈ- મેઈલમાં લખ્યું છે કે અમે વિલાયતી પાકિસ્તાન છીએ. અમે શહીદ થવા તૈયાર છીએ. અમે બોમ્બ બ્લાસ્ટ કરી તમને ઉડાવી દઈશું. જો આ ઓપરેશન કેન્સલ કરવું હોય તો અમારા અકાઉન્ટમાં ૧૦૦ બિટકોઈન(૭ કરોડ) નાંખો. જો આમ ન કર્યું તો પછી જે કંઈ થશે તેના માટે તમે જવાબદાર રહેશો. અમે અલ્લાહના નામે મરવા તૈયાર છીએ. આ ધમકી ભરેલા ઈ -મેઈલના પગલે હોટેલના સત્તાધીશોએ પોલીસને જાણ કરી હતી. સાથે સાથે હોટેલને એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. પોલીસે પણ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ઘટનામાં કોઈ બાબતને ચૂકવા માંગતી નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈ વારંવાર આતંકવાદનો નિશાનો બનતું આવ્યું છે. પોલીસ કયા આઈપી એડ્રેસથી મેઈલ આવ્યો છે તેની તપાસ પણ કરી રહી છે.