લસિથ મલિંગાએ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાંથી પણ નિવૃત્તી લીધી
કોલંબો, શ્રીલંકાના લસિથ મલિંગા, વિશ્વના મહાન બોલરોમાંના એક, તમામ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે અને સ્પષ્ટ કર્યું છે કે હવે તે આઈપીએલ ૨૦૨૧ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ મહિનાની શરૂઆતમાં, મલિંગાએ તેના ર્નિણય અંગે મુંબઈ ઈન્ડિયન્સને માહિતી આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે પણ મલિંગાના ર્નિણયનું સમ્માન કરતા બુધવારે જાહેર કરેલી ૧૮ સદસ્યની રિટેન સ્ક્વૉડમાં તેમને સામેલ કર્યા નથી.
મુંબઈ ઈન્ડિયન્સે તેમના નિવેદનમાં કહ્યું છે કે મલિંગાએ તેમને કહ્યું હતું કે પરિવાર સાથે ચર્ચા કર્યા પછી તેઓએ નિવૃત્તિ લેવાનું મન બનાવ્યું છે. મલિંગાએ કહ્યું કે પરિવાર સાથે ચર્ચા કર્યા પછી મને લાગ્યું કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. રોગચાળાની સ્થિતિ અને મુસાફરી પ્રતિબંધો મારા વ્યક્તિગત સંજાેગોને ધ્યાનમાં રાખીને, આવતા વર્ષે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ભાગ લેવાનું મુશ્કેલ બનાવી દેશે તેથી જ હવે આ ર્નિણય લેવો યોગ્ય છે. મલિંગાએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં મેં આ વિશે મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેંટ સાથે પણ ચર્ચા કરી છે, કારણ કે તેઓ આગામી હરાજી માટે તૈયાર છે અને તેઓ ખૂબ મદદગાર અને સમજદાર છે. આ ભવ્ય ૧૨ વર્ષ માટે હું મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી અને અમારા તમામ ચાહકોનો આભાર માનું છું.
મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ચાર આઈપીએલ ટાઇટલ જીત્યા છે. વ્યક્તિગત કારણોને લીધે, તે યુએઈમાં રમાયેલી આઈપીએલ ૨૦૨૦ માં ભાગ લઈ શક્યો ન હતો. મલિંગાએ કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સ મારી સાથે એક પરિવારની જેમ વર્તે છે. મેદાન પર અને મેદાનની બહારના દરેક સંજાેગોમાં તેમણે મને ૧૦૦ ટકા ટેકો આપ્યો. હંમેશાં મને આત્મવિશ્વાસ આપ્યો અને હંમેશા મને નેચરલ રમત રમવાની સ્વતંત્રતા આપી.SSS