Western Times News

Gujarati News

લસિથ મલિંગાની આ આદત પર માસ્ટર બ્લાસ્ટર સચીનનું મોટુ નિવેદન

નવી દિલ્હી: લોકડાઉનના સમયમાં ગોડ ઓફ ક્રિકેટ સચીન તેંડુલકર પોતાની ને લઇને ખાસા ચર્ચામાં છે. તેમણે હરભજનના મૂવી પર ટિ્‌વટ કરી હતી અને રમૂજ કરી લીધી હતી. હવે ફરી એકવાર સચીન ચર્ચામાં આવ્યા છે અને તેમણે મલિંગા પર નિવેદન આપ્યુ છે.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચીન તેંડુલકરે જણાવ્યું છે કે, શ્રીલંકન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ પોતાની બોલિંગ એક્શનમાં થોડો ફેરફાર કરવો પડશે. અસલમાં કોરોના મહામારીને કારણે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. લસિથ મલિંગા ટી-૨૦ ફોર્મેટમાં દુનિયાના શાનદાર ફાસ્ટ બોલર્સમાંનો એક છે. તેણે ટેસ્ટ અને વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે, જ્યારે ટી-૨૦ ફોર્મેટમાં તે હજુ પણ રમી રહ્યો છે.

શ્રીલંકાનો આ ફાસ્ટર ક્રિકેટની દુનિયામાં પોતાની અલગ બોલિંગ એક્શન માટે જાણીતો છે. એ ઉપરાંત મલિંગા બોલ ફેંકતાં પહેલાં બોલને ‘કિસ’ કરે છે એટલે કે બોલિંગ કરતી વખતે રનઅપ શરૂ કરતાં પહેલાં મલિંગા ઘણી વાર બોલને ચુમતો નજરે પડે છે.
સચીન તેંડુલકરે તેના આ અંદાજને પોઈન્ટ આઉટ કરતા એક વાત કહી છે. સચીને ટિ્‌વટ કરીને કહ્યું, “એક નિશ્ચિત વ્યક્તિએ હવે નવા નિયમ અનુસાર પોતાના રનઅપ રૂટિનને બદલવું પડશે.” આ સાથે સચીને એક તસવીર પણ શેર કરી છે, જેમાં મલિંગા બોલને ચુમતો નજરે પડે છે. સચીને એવું પણ લખ્યું, “હવે શું કરીશ માલી?”

નવા નિયમ અનુસાર હવે બોલ પર થૂંકનો ઉપયોગ કરી શકાતો નથી. કોરોના મહામારીને કારણે આઇસીસીએ આ નિયમ બનાવ્યો છે. આ ઉપરાંત ખેલાડીઓને થૂંકના વિકલ્પ તરીકે અન્ય કોઈ કૃત્રિમ પદાર્થનો ઉપયોગ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. બોલર્સ જાકે બોલ ચમકાવવા માટે પરસેવાનો ઉપયોગ કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.