Western Times News

Gujarati News

લસિથ મલિંગાની શ્રીલંકાની સીનિયર ટીમના સ્પેશ્યલ બૉલિંગ કૉચ તરીકે નિયુક્ત

કોલંબો, દિગ્ગજ ફાસ્ટ બૉલર લસિથ મલિંગાને આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શ્રીલંકાની સીનિયર ટીમના સ્પેશ્યલ બૉલિંગ કૉચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બુધવારે આ વાતની જાહેરાત કરી હતી. શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ની જાહેરાત અનુસાર, લસિથ મલિંગાને નાની સમયમર્યાદા માટે વિશેષ કૉચ બનાવવામાં આવ્યો છે, તથા તે શ્રીલંકન બૉલિંગની મદદ કરવા ઉપરાંત રણનીતિક યોજનાઓ તૈયાર કરવામાં પણ સહયોગ કરશે.

આમાં કહેવામાં આવ્યુ છે કે એસએલસીને વિશ્વાસ છે કે, લસિથ મલિંગાનો વ્યાપક અનુભવ ખાસ કરીને ટી૨૦ ફોર્મેટમાં ટીમને આ સીરીઝમાં ખુબ કામ કરશે. શ્રીલંકાને ૧૧ ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં પાંચ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. આ બધાની વચ્ચે રુમેશ રત્નાયકને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શ્રીલંકા ટીમ માટે વચગાળોનો કૉચ નિયુક્ત કરવામાં આવ્યો છે.

લસિથ મલિંગાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. લસિથ મલિંગાએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ ૨૦૨૦માં રમી હતી. તેને ૬ માર્ચ, ૨૦૨૦એ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય ટી૨૦ મેચ રમી હતી.

લસિથ મલિંગા ઇન્ડિયન પ્રીમિયર લીગ -આઇપીએલની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે, અને આ લીગમાં સૌથી સફળ બૉલર પણ છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટો લેવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેને ૧૨૨ મેચોમાં ૧૭૦ વિકેટો ઝડપી છે. તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૩ રન આપીને ૫ વિકેટ લેવાનુ પણ આમાં સામેલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.