લસુન્દ્રામાં કલેકટરની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઈ
નડિયાદ, રાજય સરકારના નૂતન અભિગમના ભાગરૂપે કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે કલેકટરશ્રી સુધીર પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. લસુન્દ્રા ગામમાં રસ્તાઓ, પીવાના પાણી અને રહેઠાણના વીજ કનેકશન અંગે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેના પ્રત્યુત્તરમાં કલેકટરશ્રી સુધીર પટેલે જે તે વિભાગના અધિકારીઓને ગ્રામજનો દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્રોનો વહેલી તકે ઉકેલ લાવવા સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. કલેકટરશ્રીના હસ્તે વિધવા સહાય, વયવંદના, તેમજ વૃધ્ધ સહાયના મંજૂરીના હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોની પાયાની સુવિધાઓની મુખ્ય માંગણીઓ વહેલી તકે ઉકેલાશે તેમ જણાવતા જિલ્લા કલેકટર સુધીર પટેલે કેન્દ્ર સરકારની બી.પી.એલ લાભાર્થીઓ માટેની ઉજ્જવલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાનો લાભ લેવા અનુરોધ કરી ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લઈ તેનો સકારાત્મક ઉપયોગ કરવા જણાવ્યું હતું કલેકટરશ્રીએ ધો.૧માં પ્રવેશપાત્ર તમામ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી ગામનું એક પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે જાવા અનુરોધ ર્યો હતો. વિવિધ વિભાગના અધિકારીઓએ કેન્દ્ર/ રાજય સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
આ રાત્રિ સભામાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, આસી. કલેકટર ડો. અનિલ ધામેલીયા, મામલતદાર કુ. વાય.સી. શાહ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપÂસ્થત રહયા હતા.