Western Times News

Gujarati News

લહેરા દો.. તિરંગાના સંગે વડોદરામાં જામ્યો રાષ્ટ્રભક્તિનો જનસાગર

દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને નવલખી મેદાન ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

જનસૈલાબના અદમ્ય ઉત્સાહને વંદનવડોદરાના આ દ્રશ્યો દેશને પ્રેરણા પૂરી પાડશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

સ્વાતંત્ર્ય પર્વની આનબાનશાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ ‘તિરંગા યાત્રા’ માં હર્ષ સંઘવી સાથે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ અને સાંસદ ડો. હેમાંગભાઈ જોષી સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા વડોદરાવાસીઓના અદમ્ય ઉત્સાહને વંદન કરીને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કેઆઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ગુજરાતના ખૂણે-ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાતા લોકજુવાળને હું વંદન કરું છુંતેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું.

વડોદરાની ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાના આ દ્રશ્યો દેશના ખૂણે-ખૂણે દેશભક્તિ માટે પ્રેરણા પૂરી પાડશેતેમ કહી શ્રી સંઘવીએ તિરંગા યાત્રાને આવકારવા માટે આબાલવૃદ્ધ સૌ કોઈ ઘરની બહાર રસ્તાઓ પર છેતેમ સગૌરવ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ સૌને જવાબદાર નાગરિક તરીકે ડ્રગ્સના દૂષણ સામે લડવા માટે સંકલ્પબદ્ધ કર્યા હતા. ડ્રગ્સ સામે ગુજરાત સરકાર મક્કમતાથી યુદ્ધ લડી રહી છેત્યારે છેલ્લા ૧૦ દિવસમાં રૂ. ૮૫૦ કરોડનું ડ્રગ્સ ગુજરાત પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. વડોદરાના ખૂણે-ખૂણેથી ડ્રગ્સને દૂર કરીશુંતેમ મક્કમભેર જણાવી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ડ્રગ્સના દૂષણ વિરૂદ્ધની લડાઈમાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરી હતી.

વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વડોદરાના વિકાસ માટે પ્રતિબદ્ધ છેતેમ કહી શ્રી સંઘવીએ વડોદરાને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મળે તે માટે જનપ્રતિનિધિઓના પ્રયાસની સરાહના કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કેવડોદરાના લોકપ્રતિનિધિઓ જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળવા આવે છે અથવા સચિવાલયની મુલાકાતે આવે છેત્યારે વડોદરાની પ્રજા માટે કંઈને કંઈક લઈને જાય છે.

કાશ્મીરમાં આતંકવાદીના ઘરે પણ આજે આનબાનશાનથી તિરંગો લહેરાય છેતેમ ગૌરવસહ જણાવી તેમણે સૈનિકોપૂર્વ સૈનિકો અને બહાદુર જવાનોને નમન કર્યા હતા. શ્રી સંઘવીએ જનસૈલાબના ઉત્સાહને નતમસ્તક કરી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરીત ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ નવલખી મેદાન ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી આ ભવ્ય તિરંગા યાત્રા નવલખી મેદાનથી શરૂ થઈને કીર્તિ સ્તંભખંડેરાવ માર્કેટ ચાર રસ્તાશહીદ ભગતસિંહ ચોક (ન્યાય મંદિર)સુરસાગર તળાવ થઈને મહાત્મા ગાંધી નગરગૃહ ખાતે સમાપ્ત થઈ હતી. દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતીતેમ તેમ લોકોનો ઉત્સાહ બેવડાતો હતો. રૂટ પર સ્થાનિકો દ્વારા ભવ્ય તિરંગા યાત્રા માટેનો આવકાર અને વધામણા જોઈને શ્રી સંઘવી ગદગદ થઈ ગયા હતા.

ભારતની શૌર્યશાંતિ અને સમૃદ્ધિના વૈભવના ગૌરવ ગાન સાથે આયોજિત તિરંગા યાત્રાના પ્રસ્થાન પૂર્વે વકતૃત્વ-નિબંધ સ્પર્ધાના બાળકોનું સન્માન અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 

મેયર શ્રીમતી પિન્કીબેન સોનીધારાસભ્ય સર્વ શ્રી યોગેશભાઈ પટેલશ્રીમતી મનીષાબેન વકીલશ્રી શૈલેષભાઈ મહેતાશ્રી અક્ષયકુમાર પટેલશ્રી ચૈતન્યભાઈ દેસાઈશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાશ્રી ચૈતન્યસિંહ ઝાલાશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડાડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટસ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલભાઈ મિસ્ત્રીશાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલશાસક પક્ષના દંડક શ્રી શૈલેષભાઈ પાટીલઅગ્રણી શ્રી ગોરધન ઝડફીયાડો. વિજય શાહકાઉન્સિલરશ્રીઓવડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપ રાણાશહેર પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારકલેક્ટરશ્રી શાહ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા સહિત જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મનપાના અધિકારીશ્રીઓવડોદરા શહેર પોલીસ-ટ્રાફિક પોલીસના કર્મચારીઓએન. ડી. આર. એફ.ના જવાનોએન. સી. સી. કેડેટ્સમોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રાની ઐતિહાસિક ક્ષણોમાં સહભાગી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.