લાંબા રૂટની લાલ બસો સાંજના ૭ વાગતા ડેપો ભણીઃ લોકો પરેશાન
બસો ઓછી અને રીક્ષાવાળા વરસાદમાં આવવા તૈયાર નહીઃ મીટરથી વધારે ભાડા માંગતા કેટલાક રીક્ષાચાલકો
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં જાે એએમટીએસની લાલ બસો રસ્તા પર ન દોડે તો શુૃ હાલત થાય?? કલ્પના થોડી મુશ્કેલ છે પરંતુ લાખોની સંખ્યામાં મુસાફરી કરતા મુસાફરો જાય ક્યાં?ો કોરોનાના સમયમાં એએેમટીએસની કામગીરી પ્રશંસનીય રહી હતી. એ હકીકત છે.
અત્યારે કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મુસાફરોની સલામતીને એએમટી એસના સતાવાળાઓએ પ્રાધાન્ય આપ્યુ છે અને એટલે જ બસમાં એક સીટ પર એક જ સીટીંગ પેસેન્જર સાથે ખોટ જતી હોવા છતાંય બસ ચલાવાય છે. હાલમાં કોરોનાના કેસ ઘટ્યા છે. બસો ચાલુ છે પરંતુ લાંબા રૂટની મોટાભાગની બસો સાત વાગ્યા સુધીમાં ડેપો ભેગી જઈ જાય છે. જે ટૂંકા અંતરની બસો ચાલે છે તેમાં પુરતા પેસેન્જરો હોતા નથી.
સાંજના સમયે બસો ઓછી થતાં અનેક મુસાફરો રખડી પડે છે. એક તો ચોમાસાનો સમય છે ત્યારે રસ્તાઓ ઉપર રીક્ષાઓ પણ ઓછી જાેવા મળે છે. આવી સ્થિતિમાં વરસાદ પડે તો રીક્ષાવાળાઓ મીટરથી પણ આવતા નથી. અગર આવવા તૈયાર થાય છે તો મનફાવે એટલુ ભાડુ માંગતા હોય છે. પરિણામે મુસાફરો કફોડી હાલતમાં મુકાઈ જાય છે. બસ ન મળે, રીક્ષા ન મળે આવી સ્થિતિ કંઈક વિચિત્ર છે.
મીટર રીક્ષાવાળા પણ પાછા ફરતા તેમને ભાડુ મળે તેની અપેક્ષા રાખતા હોય છે. પણ કોરોનાકાળમાં રાત્રીના લોકો ખુબ જ ઓછા બહાર નીકળતા હોય છે. પરિણામે વળતા પેસેન્જરો ન મળે તેને લઈને રીક્ષાચાલકો આવવા તૈયાર થતાં નથી. આમ, સામાન્ય નાગરીક કે જે રોજીંદાજીવન માટે ટ્રાન્સપોર્ટેશન પર આધાર રાખે છે તેના ખિસ્સા પર અત્યારે ભાર પડી રહ્યો છે.