લાંબા સમય પછી બહાર જાેવા મળી મલાઈકા, ડોગીને લઈ નીકળી ફરવા
મુંબઈ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. મુંબઈમાં આ ખતરનાક વાયરસના પ્રકોપની અસર વધારે છે. જેના કારણે લોકો જરૂરી કામથી જ પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. બોલિવુડ સ્ટાર્સ પણ પોતપોતાના ઘરે જ છે અને ઓછા ઘરની બહાર જાેવા મળે છે. સોમવારે મલાઈકા અરોરા પોતાના ડોગી સાથે બાંદ્રામાં જાેવા મળી હતી જ્યાં તેણે માસ્ક પણ પહેરી રાખ્યો હતો.
ફિલ્મનું શૂટિંગ્સ બંધ હોવાના કારણે બોલિવુડ સેલેબ્સ પોતપોતાના નજીકના લોકો સાથે સમય પસાર કરી રહ્યાં છે. જ્યારે હવે થોડી હળવાશ આપવામાં આવી છે ત્યારે અનેક સેલેબ્સ પાપારાઝીઓના કેમેરામાં કેદ થઈ જાય છે. આવી જ રીતે બોલિવુડની હાર્ટથ્રોબ મલાઈકા અરોરા પણ કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકા અરોરા પોતાના ડોગી સાથે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનાર મલાઈકા અરોરા પોતાની તસવીરો પણ ફેન્સ માટે શૅર કરતી રહે છે.
મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈને સજાગ રહે છે. ભલે લાઈફમાં ગમે તેટલું કામ હોય પરંતુ યોગ અને જિમ ક્યારેય મિસ કરતી નથી. જાે વાત કરવામાં આવે ફિલ્મની તો છેલ્લે મલાઈકા અરોરા વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘પટાખા’માં પોતાના ‘હેલો હેલો’ આઈટમ સોંગ સાથે જાેવા મળી હતી. મલાઈકા અરોરા ‘નચ બલિએ’, ‘જરા નચ કે દિખા’, ’ઝલક દિખલા જા’, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ જેવા ટીવી શોને હોસ્ટ કરી ચૂકી છે.