લાંબા સમય બાદ અમદાવાદમાં ૧૭ પીઆઈની આંતરિક બદલી
(એજન્સી)અમદાવાદ, ઘણા લાંબા સમયથી અમદાવાદ શહેરમાં પીઆઈની આંતરીક બદલીઓની રાહ જાેવાતી હતી. સોલા જેવા મહત્વના પોલીસ સ્ટેશનમાં પીઆઈની કાયમી નિમણુંક બાકી હતી ત્યારે રવીવારે સાંજે પીઆઈ સંજય શ્રીવાસ્તવે બદલીનું લીસ્ટ જારી કર્યું હતું. જેમાં પીસીબી પીઆઈ તરીકે તરલ ભટ્ટ નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં અતિ મહત્વના પીસીબી પીઆઈ તરીકેનો ચાર્જ અમદાવાદ શહેરમાં લાબા સમય સુધી ફરજ બજાવી ચુકેલા તરલ ભટ્ટે સોપવામાં આવ્યો છે. પી.ટી. ચૌધરીને કારંજ એ.એ.દેસાઈને રખીયાલ, ડી.ડી. પરમારને ઈકોનોમીક ઓફેન્સ વિંગ, અપૂર્વ પટેલને ટ્રાફીક, એન.આર. વાઘેલાને સોલા, વી.એ. દેસાઈને
સરખેજ પી.કે. પટેલને નવરંગપુરા વાય.એસ., ગામિતને વટવા જીઆઈડીસી, જે.વી.રાઠોડને અમરાઈવાડી, પરેશ ખાંભલાને રાણીપ સંજય દેસાઈને ક્રાઈમ બ્રાંચ આર.જે. ચુડાસમાને આનંદનગર હસમુખ સિસારાએ ક્રાઈમ બ્રાંચ એમ.સી.,ચૌધરીને વાસણા, જે.બી. ખાંભલાને શાહપુર, કે.એ.ગઢવીને વટવા પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.