લાંબા સમય બાદ ઓનસ્ક્રીન દીકરા સાથે હિનાએ ડિનર લીધું
મુંબઈ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના રીલ મા-દીકરાની જાેડી ઉર્ફે એક્ટર્સ હિના ખાન અને રોહન મહેરા હાલમાં તેમના પરિવાર સાથે સ્પેશિયલ ડિનર માટે ભેગા થયા હતા. ડિનર લીધા બાદ હિના ખાન અને રોહન મહેરાએ કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી, બંનેને લાંબા સમય બાદ સાથે જાેઈને તેમના ફેન્સ પણ ખુશ થયા હશે.
હિના ખાન અને રોહન મહેરા તેમના પરિવાર સાથે મળ્યા હતા. રોહન તેના માતા-પિતા સાથે આવ્યો હતો જ્યારે હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રોહન મહેરાએ તેમના ડિનરની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાંથી એક તસવીરમાં, રોહન મહેરા, તેના માતા-પિતા, હિના ખાન અને રોકી જયસ્વાલ જાેવા મળી રહ્યા છે.
જ્યારે બીજી તસવીરમાં હિના ખાન અને રોકી જયસ્વાલ સાથે રોહન મહેરા પોઝ આપી રહ્યો છે. આ સાથે તેણે કપલને ફેવરિટ ગણાવ્યું છે. રોહન મહેરાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ તસવીરો શેર કરી છે. જેમાં બંને એક્ટર્સ કેઝ્યુઅલ લૂકમાં છે. રોહને ડેનિમ અને હૂડી પહેરી છે જ્યારે હિનાએ વ્હાઈટ ટોપ અને બ્લેક ડેનિમ પહેર્યું છે.
તસવીરોની સાથે રોહને લખ્યું છે ગત રાત વિશે ઈંહ્લટ્ઠિદ્બૈઙ્મઅ. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સાથે કામ કર્યું ત્યારથી હિના ખાન અને રોહન મહેરાનું એકબીજા સાથેનું બોન્ડિંગ સારું છે. હિના ખાને સીરિયલમાં અક્ષરા તો રોહને તેના દીકરા નક્ષનું પાત્ર ભજવ્યું હતું.
તેઓ ઘણીવાર એકબીજા સાથે મુલાકાત કરતા રહે છે. આ સિવાય એકબીજાના બર્થ ડે પર પણ તેઓ વિશ કરવાનું ભૂલતા નથી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, હિના ખાન અને રોહન મહેરા બંને ઘણા સમય પહેલા જ ટીવી છોડી ચૂક્યા છે. એક્ટર્સ કે જેઓ એક સમયે બિગ બોસનો ભાગ હતો તેઓ હાલ તેમના મ્યૂઝિક વીડિયો, વેબ સીરિઝ તેમજ અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.SSS