Western Times News

Gujarati News

લાંબા સમય બાદ હવે રિયા ચક્રવર્તિને ફિલ્મ મળી ગઇ

મુંબઇ, વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવેલી ફિલ્મ બેંક ચોરમાં દેખાયા બાદ હવે રિયા ચકવર્તિ નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મળેલી માહિતી મુજબ તે મુરાદ ખેતાનીની નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તે આ ફિલ્મમાં સુરજ પંચોલી સાથે નજરે પડનાર છે. ફિલ્મનુ નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. મુબારકા ફિલ્મના નિર્માતા ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. આ પ્રકારની ફિલ્મને લઇને તે આશાવાદી છે. ફિલ્મ એક જવાન પર આધારિત છે. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પોસ્ટિંગ લેતા રહે છે. સુરજ પંચોલી આ ફિલ્મમાં રોલ કરવા માટે એક જવાની ટ્રેનિંગ લેનાર છે. આર્મીના જવાનના રોલમાં તે દેખાશે. ફિલ્મ કાશ્મીરમાં ઓક્ટોબરના અંતમાં શુટિંગ માટે જશે. નામ ફિલ્મનુ હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ ટુંક સમયમાં ફિલ્મનુ નામ જાહેર કરવામાં આવનાર છે.

રિયા અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. મુકેશ ભટ્ટ જલેબી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. ન્યુ એજ લવ સ્ટોરી બનાવવા જઇ રહ્યા છે. ફિલ્મનુ નિર્દેશન પુષ્પદીપ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આગામી દિવસોમાં રિયા ચક્વર્તિ પોતાની ફિલ્મને લઇને આશાવાદી છે. યુવા અભિનેતા સુરજ પંચોલી પાસે હાલમાં કોઇ ફિલ્મ નથી. આવી સ્થિતિમાં આ ફિલ્મ હાથ લાગી છે. વિતેલા વર્ષોના સ્ટાર આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીએ હવે બોલિવુડમાં પગ જમાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તે હિરો સામે બોલિવુડમાં પ્રવેશ્યો હતો. જો કે ફિલ્મ સરેરાશ સફળતા જ હાંસલ કરી શકી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.