Western Times News

Gujarati News

લાંબો સમય બહાર રહેનાર લોકો ઉપર કોરોનાની સંભાવના વધારે

Files Photo

(એજન્સી) નવીદિલ્હી, અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનંુ કહેવુ છે કે હવાના કારણે કોરોના વાયરસ-ઝડપથી ફેલાઈ રહ્યો છે. લાંબા સમય સુધી બહાર રહેનારા લોકો પર તેનો એટેક થવાની શક્યતાઓ વધારે છે.

અમેરીકા, બ્રિટન અને કેનેડાના ૬ નિષ્ણાંતોની ટીમે આ સંશોધન કર્યુ છે. તેેમનું કહેવુ છે કે વાયરસ એરબોર્ન છે. પણ ભારત સરકારનું સ્વાસ્થ્ય મંત્રાલય આ શક્યતાઓને નકારી રહ્યુ છે. મંત્રાલયનુ કહેવુ છે કે આ વાયરસ હવાથી નથી ફેલાતો પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે તેનાથી ફેલાય છે.

બીજી તરફ અમેરીકાના સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું કહેવુ છે કે આ વાયરસ સંખ્યાબંધ વખત પોતાનું સ્વરૂપ બદલે છે. અને તેનુ પ્રોટીન એટલું શક્તિશાળી છે કે માનવ કોષિકાઓમાં ઘુસવાની ક્ષમતા ધરાવે છે. એક વખત શરીરમાં પ્રવેશ્યા બાદ એ સંક્રમણ ફેલાવવાનંુ શરૂ કરી દે છે.

સેન્ટરના કહ્યા અનુસાર જ્યારે લોકો શ્વાસ છોડે છે અથવા તો કોઈની સાથે વાત કરે છે ત્યારે હવામાં વાયરસ ફેલાય છે અને લાંબા સમય સુધી ત્યાં સક્રિય રહે છે. વાતચીત દરમ્યાન મોંઢામાંથી નીકળતી લાળના નાના કે મોટા ટીપા સ્વરૂપેે તે હવામાં રહે છે.

સેન્ટરના મત સોશ્યલ ડીસ્ટન્સીંગ મહત્ત્વનું એટલા માટે છે કે ૬ ફૂટના અંતરે ઉભેલી વ્યક્તિને વાયરસ પ્રભાવિત કરી નથી શકતો. પણ લાંબા સમય સુધી ઘરની બહાર રહેનાર લોકોમાં હવાના માધ્યમથી વાયરસ સંક્રમિત કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.