લાંભામાં બિલ્ડર ડીમાન્ડ મુજબ બની રહેલા રોડ-રસ્તા
ઈજનેર અધિકારીઓના ભ્રષ્ટાચારથી રહીશો ત્રાહિમામ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માં રૂ.પાચ હજાર કરોડના વિકાસ કામ કરવા માટે દાવો કર્યો હતો. જેમાં રોડ-રસ્તાને ખાસ મહ¥વ આપવામાં આવ્યુ છે. શહેરમાં રૂ.૧ર૦ કરોડના ખર્ચથી મોડેલ રોડ તૈયાર કરવા માટે જાહેરાત કરી છે. મ્યુનિસિપલ કમિશ્નર કરોડો રૂપિયાના ખર્ચથી મોડેલ રોડ અને મોડેલ ફૂટપાથ બનાવી રહ્યા છે.
જ્યારે શહેરના છેવાડે આવેલા વિસ્તારના નાગરીકો સામાન્ય રોડ માટે પણ વલખા મારી રહ્યા છે. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પણ આવી જ દશા છે. આ વોર્ડની ટી.પી. સ્કીમ પ૭ અને પ૮ ફાઈનલ થઈ ગઈ છે. પાંચ વર્ષ પહેલાં ટી.પી. રોડ ખુલ્લા થઈ ગયા છે. એક વર્ષ અગાઉ રોડ કામના ટેન્ડર મંજુર થઈ ગયા છે. તેમ છતાં આ વિસ્તારમાં નાગરીકોની સુવિધા માટે નહીં પરંતુ ‘બિલ્ડર ડીમાન્ડ’ મુજબ રોડ-રસ્તા બની રહ્યા છે. જેના માટે ઝોનના એડીશ્નલ ઈજનેર તથા વોર્ડના ઈજનેર અધિકારી સામે આક્ષેપ થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના લાંભા વોર્ડના નાગરીકોનો માત્ર ‘રાજકીય’ ઉપયોગ થઈ રહ્યો છે. લાંભાના કોર્પોરેટરો માત્ર ચૂંટણી સમયે જ પ્રગટ થાય છે. અન્યથા તેમના અલગ ‘વહીવટ’ માં મશગુલ હોય છે. જેના પરિણામે લાંભા વોર્ડમાં વિકાસના કામ અટવાઈ રહ્યા છે. લાંભા વોર્ડની ટી.પી.પ૭ અને પ૮માં હાલ વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વાટર લાઈન નાંખવામાં આવી રહી છે.
પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે તેના માટે બે પમ્પીંગ સ્ટેશનના ટેન્ડર હજુ મંજુર પણ થયા નથી. તેથી ચોમાસાની સિઝનમાં વધુ એક વખત પપ મુકીને પાણી ઉલેચવાની પરિÂસ્થતિ આવશે તે બાબતે નિશ્ચિત છે. સ્ટ્રોમ વાટર લાઈન નાંખવા માટે જે તરફ ખોદાણ કરવામાં આવ્યા છે તે તરફ યોગ્ય વાટરીંગ થયા નથી. તેમજ મોટરેબલ રોડ પણ કરવામાં આવ્યા નથી. જેનો લાભ વોર્ડના ઈજનેર કર્મચારીને મળી રહ્યો છે.
મનપા દ્વારા પાંચ-સાત વર્ષ અગાઉ જે રોડ બનાવવામાં આવ્યા હતા તે તરફ ખોદકામ કરવામાં આવ્યુ છે. જ્યારે બીજી તરફ બિલ્ડરો દ્વારા જે તે સમયે સ્વ-ખર્ચે કાચા-પાકો રોડ બનાવવામાં આવ્યો હતો તે તરફ ખોદવામાં આવ્યુ નથી. જેના કારણે બંન્ને તરફ ખાડા-ટેકરાવાળા અને કાચા રોડ જાવા મળે છે. સ્થાનિક રહીશોના ઉહાપોહ બાદ કર્ણાવતી ચોક-૧ થી કર્ણાવતી ચોક-ર અને સત્કાર હામ્સથી નક્ષત્ર સુધી રાતોરાત રોડ તૈયાર કરવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે ભૂતકાળમાં બિલ્ડરો બનાવેલા કાચા-પાકા રોડ’ ‘ડામર’ પાથરીને આ રોડ બનાવવામાં આવ્યા છે. જેમાં રોડ બેઝ તૈયાર કરવામાં આવ્યો નહોતો. તથા ગ્રાઉન્ડીંગ લેવલ સુધી જ નિયમ મુજબ કામ પણ કરવામાં આવ્યુ નહોતુ. જેના માટે વોર્ડ ઈજનેર અધિકારી યોગેશ મલ્હોત્રા સામે આંગળી ચીંધાય છે. આ અધિકારી બિલ્ડરોના જુના રોડ ઉપર ડામર પાથરવા ઉપરાંત ‘બિલ્ડર ડીમાન્ડ’ મુજબ રોડ તૈયાર કરી રહ્યા છે. જેમાં ઝોનના એડીશ્નલ ઈજનેર પરેશ શાહની રહેમ નજર હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
લાંભા વોર્ડના સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલ ઈજનેર અધિકારીઓ નાગરીક સુવિધાના બદલે બિલ્ડરોની સુવિધા તરફ ધ્યાન આપી રહ્યા છે. કર્ણાવતી ચોક-૧ થી રીધમ રેસીડેન્સી તરફ જવાના રોડ ઉપર ‘શ્રી હરિ’ નામની સ્કીમના બિલ્ડરની ડીમાન્ડ પર દસ દિવસ અગાઉ તાકીદે રોડ બનાવવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે આ રોડ ઉપર પ્રથમ લક્ઝુરીયસ સ્કીમ અને શ્રી હરિ રેસીડેન્સી વચ્ચે માત્ર પ૦ મીટરનો તૂટેલો રોડ છે જેને રીસરફેસ કરવામાં આવ્યો નથી. પરંતુ બિલ્ડર સાથે ‘વહીવટ’ થયો હોવાથી તેમની સ્કીમ પાસે જ ડમ્પર ખાલી કરવામાં આવ્યા હતા. તથા આગામી પાંચ-સાત દિવસમાં જ શ્રી હરિ રેસિડેન્સીની બાજુમાં જ આ બિલ્ડરની નવી સ્કીમ પાસે પણ રોડ બનાવવા ઈજનેર અધિકારી થનગની રહ્યા છે. સ્ટ્રોમ વાટર લાઈન માટે ખોદાણ થયા બાદ ‘કર્ણાવતી-પ’નામની સ્કીમના ફાયદા માટે રાતોરાત ર૦૦ મીટરનો રોડ બનાવવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનના એડીશ્નલ ઈજનેર અને વોર્ડ અધિકારીએ જે શ્રે હરિ’ સ્કીમ પાસે રોડ તૈયાર કરાવ્યો છે તે સ્થળેથી મેઈન હાઈવે ને સાંકળતા ટી.પી. રોડ ચાર વર્ષ પહેલાં ખોલવામાં આવ્યા હતા. પરંતુ તે દિશામાં કામ કરવા માટે વિચારસુધ્ધા કરતા નથી.
લાંભા ટી.પી. પ૭-પ૮માં જે પણ રોડ બનાવવામાં આવ્યા છે તે બિલ્ડર ડીમાન્ડ મુજબ જ બની રહ્યા છે. એવી જ રીતે આકાશ મેટ્રો સીટી સામે, ઈસનપુર પÂબ્લક સ્કુલ પાસે કોઈ જ વસ્તી નથી, પર્તુ એક સ્કીમ તૈયાર થઈ રહી હોવાથી રાતોરાત જ ડ્રેનેજ લાઈન અને રોડ બનાવવામાં આવ્યા હતા. જેના માટે કર્તાહર્તાઓએ રૂ.૧.પ૦ લાખનો ‘વહીવટ’ કર્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપો થઈરહ્યા છે.