લાંભા (પૂર્વ) વૉર્ડ માં ગૃહ રાજયમંત્રી ના હસ્તે વિકાસ ના કામોનું ખાતમહુર્ત-લોકાર્પણ
અમદાવાદ, શહેરના લાંભા (પૂર્વ) વોર્ડમાં નાગરિકોની સુવિધાઓ માટે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાત મહુર્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમદાવાદ(પૂર્વ)ના સાંસદ હસમુખભાઈ પટેલ અને મ્યુનિસિપલ અધિકારીઓ હાજર રહયા હતા.
શહેરના છેવાડે આવેલા વટવા વિધાનસભાના લાંભા (પૂર્વ) વોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટરની બાજુમાં રૂપિયા 45 લાખના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટનું ગૃહ રાજયમંત્રી એ લોકાર્પણ કર્યું હતું. ટેનિસ કોર્ટની બાજુમાં જ રૂપિયા 3 કરોડ અને 92 લાખના ખર્ચથી આધુનિક જીમનેશિયમ અને વાંચનાલય બનાવવામાં આવશે. તેનું ખાતમહુર્ત પણ કરવામાં આવ્યું છે.
લાંભા (પૂર્વ) વોર્ડના રહીશો માટે શ્રી રામ રેસિડેન્સી સામે રૂપિયા 2 કરોડ 25 લાખના ખર્ચથી બગીચો અને રૂપિયા 3 કરોડ 03 લાખના ખર્ચથી ઓપન પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવશે. તેના ખાતમહુર્ત પણ કરવામાં આવ્યા છે. ગૃહ રાજયમંત્રી ઘ્વારા વરસતા વરસાદમાં પણ લાંભા વિસ્તારમાં વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે.તેના કારણે લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ વિકાસની પ્રક્રિયા સતત ચાલુ રહેશે તેવી આશા સ્થાનિક નાગરિકો વ્યક્ત કરી રહયા છે.