લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર અને 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર જશોદાબેન ઠાકોર અને પાંચસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસના ઉમેદવાર મેહુલભાઇ ભરવાડ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ડેલીગેટ રાજેશભાઇ સોની અને લાંભા વોર્ડ પ્રમુખ ઘનશ્યામસિંહ પરમારની હાજરીમાં કોંગ્રેસમાં જાેડાયા હતા
બીજી બાજુ ઇસનપુરમાંથી કોંગ્રેસના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થયા
અમદાવાદ, અમદાવાદ મ્યુનિકોર્પોરેશનની ચુંટણીમાં કોંગ્રેસ દ્વારા ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં ભારે નારાજગી જાેવા મળી છે અને કોંગ્રેસના કાર્યકરો પોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યાં છે અને રાજીનામા આપી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસને ચુંટણી પહેલા આંચકો લાગ્યો છે ઇસનપુર વિસ્તારના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં સામેલ થઇ છે.
ભાજપ શહેર પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો હતો. બીજી તરફ વસ્ત્રાલ વોર્ડની કોંગ્રેસની પેનલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયાનો આક્ષેપ કરાયો છે
ભાજપે ઉમેદવારોને દબાણ કર્યું હોવાનો આરોપ છે કોંગ્રેસીના ઉમેદવાર આશિષ પટેલે કહ્યું હતું કે ભાજપે મારા સગાસંબંધી અને મિત્રો દ્વારા ફોર્મ ખેંચવા માટે ૪ કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી આ ઉપરાંત ભાજપે ખોટા કેસ કરવાની ધમકી પોલીસ દ્વારા અપાવી છે.
કોંગ્રેસ માટે ટિકિટ વહેંચણી માથાનો દુખાવો બની ગઇ છે કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ રહ્યાં છે અમદાવાદ ઉપરાંત રાજયમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે અને કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યાં છે અને કાર્યકરો ભાજપ કે એઆઇએમઆઇએમનો સાથે પકડી રહ્યાં છે.