લાઈટબીલ ભરવા અને ખાતર ખરીદીની લ્હાયમાં સોશ્યલ ડિસ્ટન્સ ભુલાયુ
કોરોના ગયો ભાડમાં હમ નહીં સુધરેંગે : ભરૂચ ના મકતમપુર જીઈબી માં લાઈટબીલ ભરવા અને જંબુસરમાં ખાતર માટે ખેડૂતોનો મેળાવડો : સોશ્યલ ડિસ્ટન્સના અભાવે કોરોના વકરે તો નવાઈ નહિ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, પ્રતિદિન કોરોના નું સંક્રમણ ભરૂચ જીલ્લામાં વધી રહ્યું છે.જેને નાથવા સોશ્યલ ડિસ્ટન્સ જરૂરી બન્યું છે.તેમ છતાં ભરૂચ જીલ્લા માં સરકારી કચેરીઓ સહિત અનેક જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સનો લોકો દ્વારા જાળવવામાં આવી રહ્યું નથી અને લોકો માં સાવચેતી આવતી નથી
જેના કારણે કોરોના વાયરસ નું સંક્રમણ સતત વકરી રહ્યુ છે.ભરૂચ શહેરના મક્તમપુર જીઈબી માં લાઈટબીલ ભરવા તથા જંબુસર માં ખાતર ખરીદી માટે લોકોના મેળાવડા જામતા ભરૂચ જીલ્લા માં કોરોના વકરવા પાછળ લોકો જવાબદાર હોય તેવા અનેક ફોટા અને વિડિઓ સામે આવી રહ્યા છે.જેથી કોરોના ગયો ભાડમાં હમ નહીં સુધરેંગે તેવી નીતિ લોકો માં જોવા મળી રહી છે.ત્યારે લોકોમાં હજુ પણ સાવચેતી આવે તે જરૂરી છે જેથી કોરોના નું સંક્રમણ અટકાવી શકાય નહિતર કોરોના વધુ વકરે તો નવાઈ નહિ.
ભરૂચ જીલ્લા માં કોરોના દિન પ્રતિદિન સતત વકરી રહ્યો છે અને સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે લોકોમાં પણ સાવચેતી જોવા મળતી નથી જેના કારણે ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વકરી રહ્યું છે.ભરૂચ માં સરકારી કચેરીઓ થી માંડી અનેક સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.જેથી લોકો માં સોશ્યલ ડિસ્ટન્સના અભાવે કોરોના વધુ વકરી રહ્યો છે.ત્યારે ભરૂચ શહેરના મક્તમપુર જીઈબીમાં લાઈટ બિલ ભરવા આવેલા લોકો પણ લાંબી કતાર જમાવી રહ્યા છે.લોકો ખુદ કોરોના સંક્રમણને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ત્યારે જીઈબીના કર્મચારીઓ પણ લોકોને સોશ્યલ ડિસ્ટન્ડનું પાલન કરાવવામાં ઉણા ઉતર્યા છે.
તો બીજી તરફ ભરૂચ જીલ્લા ના જંબુસરમાં પણ ખેડૂતો સરકારી ખાતર ખરીદી કરવા માટે સવાર થી જ મેળાવડો જમાવી રહ્યા છે અને ખાતર ની ખરીદી કરવાની લ્હાય માં ખેડૂતો પણ સોશ્યલ ડિસ્ટન્સ ભૂલી રહ્યા હોવાના કારણે પણ કોરોના વધુ ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે.ત્યારે ખાતર વેચાણ કરનારા સંચાલકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે ટોકન સિસ્ટમ અથવા ખેડૂતો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવા તેવા પ્રયાસો કરે તે જરૂરી છે.નહીંતર આવનાર સમય માં ભરૂચ જીલ્લાનો કોરોનાનો આંકડો વધુ ઊંચાઈએ પહોંચશે તો નવાઈ નહિ.