લાઈફલાઈન એક્સપ્રેસ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર તૈનાત
નવી દિલ્હી, ભારતીય રેલવેએ એક નોંધપાત્ર સિદ્ધિ મેળવીને રેલવેની દુનિયામાં ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. રેલવે દ્વારા દુનિયાની સૌ પ્રથમ હોસ્પિટલ ટ્રેન બનાવવામાં આવી છે. જેને લાઈફ લાઈન એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે.
આ ટ્રેનમાં કોઈ આધુનિક હોસ્પિટલમાં હોય તેવી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.
રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર આ ટ્રેનની તસવીરો શેર કરી હતી. લાઈફલાઈન એક્સપ્રેસ ટ્રેન આસામના બદરપુર સ્ટેશન પર તૈનાત કરવામાં આવી છે. આ ટ્રેનમાં અત્યાધુનિક મેડિકલ ઈક્વિપમેન્ટ છે. ડોક્ટરોની ટીમ પણ તૈનાત છે. ટ્રેનમાં જ બે ઓપરેશન થિયેટર છે.
જેમાં પાંચ ઓપરેટિંગ ટેબલ સાથે તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. આ ટ્રેનમાં દર્દીઓેની ફ્રીમાં સારવાર કરવાની વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા માટે કેટલીક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રેલવે સ્ટેશન પરના ઓટોમેટિક વેન્ડિંગ મશીનો સહિતની સુવિધાઓ સામેલ છે.