લાઉડસ્પીકર વિવાદ: રાજ ઠાકરે મહારાષ્ટ્રના ઓવૈસી છે: સંજય રાઉત
મુંબઇ, લાઉડસ્પીકરને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે લાઉડસ્પીકર-અજાન વિવાદ પર ટિપ્પણી કરતા એમએનએસ વડા રાજ ઠાકરેને મહારાષ્ટ્રના ઓવૈસી ગણાવ્યા છે. વાસ્તવમાં, સંજય રાઉતે લાઉડસ્પીકર વિવાદ પર વાત કરતા પહેલા ભાજપ પર પ્રહારો કર્યા અને પછી એમએનએસ ચીફ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે રાજ ઠાકરે ભાજપ માટે મહારાષ્ટ્રના ઓવૈસી છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે જે કામ એઆઇએમઆઇએમ ચીફ ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં કર્યું, તે કામ ભાજપ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા કરાવવા માંગે છે. સંજય રાઉતના આ નિવેદન બાદ સામના ઓફિસની બહાર એક પોસ્ટર જાેવા મળ્યું હતું.
આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘તમે ઓવૈસી કોને બોલાવ્યા? સંજય રાઉત, તમે તમારું લાઉડસ્પીકર બંધ કરો. માહિતી અનુસાર, આ પોસ્ટર એમએનએસ દ્વારા લગાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.હકીકતમાં, મહારાષ્ટ્રમાં આ દિવસોમાં મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને રાજકારણ ગરમાયું છે.HS