લાખોની ભીડ બંગાળમાં ભાજપને જીતાડી ન શકી, ત્રીજી વખત મમતા સરકાર બનશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/mamta-benge-scaled.jpg)
કોલકતા: ભારતમાં ચાર મોટા રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે ત્યારે બંગાળમાં ત્રીજી વખતે મમતા બેનર્જીનો દબદબો દેખાયો છે બંગાળમાં માનવામાં આવી રહ્યું હતું કે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જાેરદાર ટક્કર જાેવા મળશે પરંતુ પરિણામોમાં એવું જાેવા મળી રહ્યું નથી. બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ આરામથી ત્રીજી વાર સત્તામાં આવશે.
મમતા બેનર્જીની ટીએમસીએ ડબલ સેન્ચુરી ફટકારી છે અને ભાજપને ૧૦૦ની પાર જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતોે મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે જ સીધી ટક્કર જાેવા મળી રહી છે ભાજપ માટે સારી વાત એ કહી શકાય કે જે રાજ્યમાં તેમનું અસ્તિત્વ જ ન હતું તે રાજ્યમાં જાેરદાર વધારો જાેવા મળી રહ્યો છે. લેફ્ટ તથા કોંગ્રેસના વોટ જ તૂટીને ભાજપમાં આવ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. જે રાજ્યમાં લેફ્ટ પાર્ટીએ દાયકાઑ સુધી રાજ કર્યું તેમાં લેફ્ટને એક બેઠક, માત્ર એક બેઠક માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.બીજેપી અને તૃણમુલ કોંગ્રેસની નજર આ પાંચ એમ પર હતી.
બીજેપી જ્યાં મોદી અને મતુઆના સહારે જીતની તૈયારી કરી રહી હતી, તો બીજી તરફ ટીએમસી મમતા, મહિલા અને મુસ્લિમના સહારે સત્તામાં ત્રીજી વાર વાપસની તૈયારી કરી રહી હતી. એમ ફેક્ટરનો જ પ્રભાવ છે કે આજે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ત્રીજી વાર સત્તામાં વાપસી કરી છે.
બીજી તરફ, એક ફેક્ટરનું જ પરિણામ છે કે પાંચ વર્ષ પહેલા સુધી જે બીજેપીની ૩ સીટ હતી, તે આ ચૂંટણીમાં ૧૦૦ સીટની આસપાસ પહોંચતી જાેવા મળી છે. જાેકે બીજેપીને મોદીનો ફાયદો તો મળ્યો પરંતુ મતુદા સમુદાયે નિરાશ કર્યા. ચૂંટણીન પ્રારંભિક પરિણામ જણાવે છે કે ચાર એમ એટલે કે મમતા, મુસ્લિમ, મતુઆ અને મહિલા ટીએમસીની સાથે ઊભેલા જાેવા મળી રહ્યા છે. તો સામે બીજેપીને માત્ર એક એમ એટલે કે મોદીનો જ પ્રભાવ કામ આવ્યો.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયના લગભગ ૩૦ લાખ લોકો રહે છે. બાંગ્લાદેશની સરહદના વિસ્તારો નાદિયા, ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગણાની ચાર લોકસભા સીટો અને લગભગ ૩૦થી ૪૦ વિધાનસભા સીટોના પરિણામોને આ સમુદાયના લોકો પ્રભાવિત કરે છે. આ સીટો પર છઠ્ઠા ચરણમાં એટલે કે ૨૨ એપ્રિલે મતદાન થયું હતું. મતુઆ સમુદાય પશ્ચિમ બંગાળની અનુસૂચિત જાતિની વસ્તીનો મોટો હિસ્સો છે. આ સમુદાય વર્ષ ૧૯૫૦થી પહેલા પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પલાયન કરીને રહે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે તેનું મોટું કારણ ધાર્મિક આધાર પર ઉત્પીડન રહ્યું છે. આ ચૂંટણીમાં બીજેપીએ ભરોસો આપ્યો હતો કે જાે બીજેપી સત્તામાં વાપસી કરે છે તો આ સમુદાયને સીએએ અને એનઆરસીથી અલગ રાખવામાં આવશે, પરંતુ પ્રારંભિક વલણો અને પરિણામોથી લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજેપીનો દાવ કારગર સાબિત નથી થયો. આ સમુદાયના લોકોએ ટીએમસીના પક્ષમાં ઉત્સાહભેર મતદાન કર્યું છે.
જાેકે, બંગાળમાં બીજેપી એક દિવસ પહેલા સુધી ૨૦૦ સીટોનો આંકડો પાર કરવાનો દાવો કરી રહી હતી. ખાસ કરીને ચૂંટણીથી ઠીક પહેલા બીજેપીની નજર ઓબીસી વોટ પર હતી. તેને ધ્યાનમાં રાખીને બીજેપીએ ટિકિટ વહેંચણીની સાથોસાથ ચૂંટણી પ્રચારની રણનીતિ પણ બનાવી હતી. ખાસ કરીને મતુઆ સમુદાયને સાધવા માટે બીજેપીએ મોટા દાવ રમ્યો હતો.
બીજેપીએ મતુઆ સમુદાયના લોકોને પણ મોટી સંખ્યામાં ટિકિટ આપી હતી. ખુદ વડાપ્રધાન મોદીએ આ દરમિયાન બાંગ્લાદેશની યાત્રા પણ કરી હતી અને આ સમુદાયના મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી વોટને પોતાના પક્ષમાં કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ વલણોમાં પીએમ મોદીનો આ દાવ સફળ થતો નથી લાગી રહ્યો. મતુઆ બહુમતી ધરાવતી ૩૦ સીટો પર ટીએમસીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
બીજેપી સાંસદ અને મતુઆ ઠાકુરબાડી જૂથના નેતા સાંતનુ ઠાકુરનો એ દાવો નિષ્ફળ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ અને માકપા સરકારે મતુઆ સમુદાય માટે કંઈ નથી કર્યું. કુલ મળીને પશ્ચિમ બંગાળના પ્રારંભિક પરિણામ અને વલણોમાં મતુઆ સમુદાયે ટીએમસી ઉપર જ વિશ્વાસ મૂક્યો છે.અને સતત ત્રીજીવાર ટીએમસીને જીત અપાવી છે.