લાખો રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને સમાજ સેવા કરી રહી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની
નવી દિલ્હી: દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિલ્ડરમાંથી એક સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈના ગરીબ પરિવારોની મદદ કરે છે. તેની પુત્રીના નામથી એક ફાઉન્ડેશન છે, જે સુરેશ રૈના અને પ્રિયંકા બંને સંભાળે છે. જાેકે ફાઉન્ડેશનમાં પ્રિયંકાનું યોગદાન વધારે છે કારણ કે સુરેશ રૈના તો ક્રિકેટના કારણે મોટાભાગના સમયે વ્યસ્ત રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે ફાઉન્ડેશનના કામમાં લાગી જાય છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા વ્યવસાયે બેકિંગ સેક્ટરમાં હતી જ્યાં તેને લાખો રૂપિયાનું પેકેજ હતું. જાેકે હવે તે સમાજ સેવામાં લાગી ગઈ છે.
ભારતના સ્ટાર ખેલાડી રૈના સાથે લગ્ન પહેલા પ્રિયંકા નેધરલેન્ડ્સમાં બેકિંગ સેક્ટરમાં કામ કરતી હતી. તેણે બીટેક કર્યું છે અને આ પછી એક આઈટી પ્રોફેશનલ તરીકે કારકિર્દીની શરૂ કરી હતી. ૨૦૧૫માં તેના લગ્ન થયા હતા અને પ્રથમ પુત્રી ગ્રેસિયાના જન્મ પછી તે ભારતમાં આવી હતી. આ પછી કપલે પોતાની પુત્રીના નામથી એક ચેરિટી ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. આ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ બાળકોની મદદ કરવાનો છે.
આ ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત બનાવવા, બાળકો સાથે જાેડાયેલ જરૂરી નિર્ણય લેવા માટે પ્રેરિત કરે છે. સાથે પ્રેગ્નેટ મહિલાઓ, બાળકોના જન્મ દરમિયાન યોગ્ય ખાન પાન સંબંધી જરૂરી વાતોને લઈને જાગૃત કરે છે.