Western Times News

Gujarati News

લાખો રૂપિયા હોય તો જ પુણ્ય થાય એ ખોટી ભ્રમણા અને માયાજાળ છે

સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી સોમનાથની યાત્રાએ નીકળી. સોમનાથમાં જઈ અનેક પ્રકારનું પુણ્ય કયું અને અભિમાનમાં ફસાઈ પણ એના બુદ્ધિશાળી પુરોહીતે ધીમે રહીને કહ્યું કે આપનું પુણ્ય એક ઘરડી ગરીબ બ્રાહ્મણીના પુણ્ય બરાબર નથી. આ જાણતાં મીનળદેવીને પેલી બ્રાહ્મણીનું પુણ્ય ખરીદવાનું મન થયું. બ્રાહ્મણી પગે ચાલતી યાત્રાએ આવી હતી. એની પાસે ધનવૈભવ કે ખોટું અભિમાન ન હતું. માત્ર ભકતનું હૃદય હતું. વૃદ્ધ બ્રાહ્મણીએ રાજમાતાને કહ્યું કે કોઈનું પુણ્ય ખરીદી શકતું નથી. એમ કહીને જણાવ્યું.

ખૂબ સંપત્તિ હોય તો પણ નિયમોનું પાલન કરવું.
શકિત અને સત્તા હોય છતાં સહન કરવું.

યુવાનીમાં વ્રત પાલન કરવું અને દરિદ્ર હોવા છતાં દાન કરવું. આ ચાર બાબતો થોડીક પળાય તો પણ એથી ભારે ફળ મળે છે.
લાખો રૂપિયા હોય તો જ પુણ્ય થાય એ ખોટી ભ્રમણા અને માયાજાળ છે. કેટલાંક માણસો એમ કહે છે કે, મન ભગવાને કંઈક માયામુડી આપી હોત. તો પુણ્ય કરત. આવા ઉદ્‌ગારો અર્થહીન છે. થોડું હોય એમાંથી થોડું આપીએ તે જ પુણ્ય. વધુ હોય તેમાંથી જરાક આપીએ તે પુણ્ય ખરું. પણ સરખામણીમાં હીન કક્ષાનું પુણ્ય ગણાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.