લાઠી તાલુકાના તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યુ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/CM-Lathi.jpg)
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીના લાઠી તાલુકાના લાઠી, કેરિયા, હરસુરપુર (દેવળીયા), દુધાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તથા સમગ્ર રાજ્યમાં લોકભાગીદારીથી જળસિંચનના કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રીએ દુધાળા સ્થિત હેતની હવેલી ખાતેથી લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટના માધ્યમથી ધોળકીયા ફાઉન્ડેશન અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ ‘નેત્રયજ્ઞ’ રથને પ્રસ્થાન કરાવ્યું હતું જેનાથી લાઠી અને લીલીયા તાલુકાના 75 ગામોમાં નેત્ર ચિકિત્સા થશે.