લાત્વિયાના લોકો યુક્રેનમાં લડવા માટે જઈ શકશે

કીવ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે સોમવારે પાંચમો દિવસ છે. યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ શહેર પર રશિયન સેનાનો હુમલો ચાલુ છે. આ તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ એવો દાવો કર્યો છે કે, રશિયાએ તેમની હત્યા કરવા માટે કીવમાં ૪૦૦થી પણ વધારે ભાડુતી હત્યારાઓ મોકલ્યા છે.
યુદ્ધ વચ્ચે યુરોપના દેશ લાત્વિયા (લાત્વિયા)ની સંસદે એક મહત્વનો પ્રસ્તાવ પાસ કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જાે લાત્વિયાના સામાન્ય લોકો યુક્રેનમાં જઈને લડવા ઈચ્છે છે તો જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, લાત્વિયા નાટો (નાટો)નું સદસ્ય છે જેના વિરૂદ્ધ રશિયાએ આ યુદ્ધ છેડ્યું છે. યુદ્ધ વચ્ચે યુક્રેનને અમેરિકાની મદદ મળવાની શરૂ થઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. હકીકતે રશિયન સેનાએ મારીયુપોલથી યુએસ મેડ એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચર જપ્ત કર્યા છે.SSS