લાભપાંચમ સુધી બે ટાઈમ પાણી આપવામાં આવશે
મનપા દ્વારા દૈનિક ૧૩૭૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવશે |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને બે સમય પાણી સપ્લાય કરવા માટે નિર્ણય કર્યો છે. શહેરીજનોને રોજ સવારે બે કલાક અને સાંજે એક કલાક અલગ-અલગ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા બોરવેલમાંથી પાણી સપ્લાય કરવામાં આવશે.
શહેરમાં પાણીની સમસ્યા હળવી થઈ ગઈ છે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થયેલ રીપેરીગ કામ બાદ નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં પણ સરેરાશ કરતા વધુ પાણી સપ્લાય થાય છે. દિવાળીના તહેવારો દરમ્યાન સમગ્ર શહેરમાં બે સમય પાણી આપવા માટે કરવામાં આવેલ નિર્ણય ના પગલે મનપા દ્વારા દૈનિક ૧૩૬૦ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવશે.
સુત્રોએ જણાવ્યા મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સવારના સમયે ૧ર૬૦ એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે. શરદપૂર્ણિમા થી લાંભપાંચમ સુધી સાંજના સમયે વધુ ૧૦૦ એમએલડી પાણીનો જથ્થો સપ્લાય કરવામાં આવશે. મનપાના કોતરપુર પ્લાન્ટમાંથી દૈનિક ૭પ૦ એમએલડી, જાસપુર પ્લાન્ટમાંથી ૩૧૦ અને રાસ્કામાંથી ર૦૦ એમએલડી પાણી સપ્લાય થાય છે. જયારે ૧૪૦ બોરવેલમાંથી ૧૩૦ એમએલડી પાણી લેવામાં આવે છે.
મધ્યઝોનમાં ૧૬ વોટર પમ્પીંગ સ્ટેશન દ્વારા ૪૯.પ૦ એમએલડી સરફેસ વોટર અને બોરવેલ દ્વારા ૩પ.૭પ એમએલડી (ગ્રાઉન્ડ વોટર) મળી દૈનિક ૮પ.રપ એમએલડી પાણી સપ્લાય થાય છે. જયારે દુધેશ્વર વોટર વર્કસ મારફતે વધુ ૮૦.૭૦ એમએલડી પાણી સપ્લાય થાય છે.
શહેરના દક્ષિણઝોનમાં ૧૮૦ એમ.એલ.ડી. સરફેસ અને ર૪.પ૦ એમએલડી ગ્રાઉન્ડ વોટર, ઉત્તરઝોનમાં ર૧૭ એમએલડી સરફેસ અને ૧૩.૮૦ એમ.એલડી ગ્રાઉન્ડ વોટર સપ્લાય કરવામાં આવે છે. પૂર્વઝોનમાં દૈનિક ર૩૦ એમ.એલ.ડી. પશ્ચિમઝોનમાં ર૮૩ એમએલડી તથા નવા પશ્ચિમઝોનમાં રોજ રપ૮ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવે છે.
નવા પશ્ચિમઝોનમાં માત્ર સરફેસ વોટ જ સપ્લાય થાય છે. મનપા દ્વારા ૧૮૮ વો.પમ્પીંગ સ્ટેશન, દુધેશ્વર વોટર વર્કસ તથા ૧૪૦ બોરવેલ મારફતે ૧૩૬૦ એમએલડી પાણીનો જથ્થો લાભપાંચમ સુધી સપ્લાય કરવામાં આવશે. મનપાના ૧૪૦ બોરવેલમાંથી ૧૩૧ એમએલડી પાણી માટે બે હજાર કલાક બોરવેલ ચલાવવામાં આવે છે. મધ્યઝોનમાં ૪૬૬, દક્ષિણઝોનમાં પપ૪ કલાક બોરવેલ ચાલી રહયા છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.