લાભી ગામે પાણીનો હેન્ડપંપ બગડી જતા મહિલાઓ પરેશાન
હેન્ડપંપ રીપેર કરવા તંત્રને રજુઆત છતા પરિણામ શુન્ય
(પ્રતિનિધિ) શહેરા, શહેરા તાલુકાનાં લાભી સુથાર ફળિયામાં પાછલાં દસ દિવસથી હેન્ડપંપ બગડી જતા નજીકમા રહેતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ મામલે જવાબદાર તંત્રને જાણ કરવા છતા હેન્ડપંપ રીપેરીંગ ન કરવામા આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
પાણી ન આવાને કારણે ઉભી થતી પરિસ્થીતીને પહોચી વળવા માટે તેમને અન્ય જગ્યાએ પર આવેલા કુવા કે હેન્ડપંપ પરથી પાણી લાવાની ફરજ પડી રહી છે.
શહેરા તાલુકામાં આવેલા લાભી ગામની મધ્યમાં સુથાર ફળિયુ આવેલુ છે.અહી દસેક જેટલા પરિવારો વસવાટ કરે છે. આ ફળિયામાં જીવનજરુરિયાતના ભાગરુપે એક હેન્ડપપ આવેલો છે.જેના થકી અહીના સ્થાનિક પરિવારો પાણીનો ઉપયોગ ઘરવપરાશ તેમજ પોતાના પાલક પશુઓ માટે કરતા હોય છે.
નજીકમાં આવેલા સોલંકી ફળિયાના રહીશો પણ પાણી માટે આ હેંડપંપનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ પાછલા ૧૦ દિવસથી અહી આવેલા આ હેન્ડપંપ બગડી જવાથી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.અહીના સ્થાનિક લોકો આ મામલે જણાવે છે.
આ હેન્ડપંપમાં પાણી છે પણ પંપ બગડી ગયો હોવાથી પાણી આવતુ નથી.હેન્ડપંપને વાંરવાર હલાવા છતા પાણી આવતુ નથી.અમારે ઘરવપરાશ ઉપરાંત ઢોરઢાંખર હોવાથી પાણીના વપરાશની વધારે જરૂર પડતી હોય છે.વધુમાં પાણીની સમસ્યા હોવાથી મહિલાઓ અડધો કિલોમીટરની અંતરે આવેલા અન્ય હેંડપંપ કે કુવાનો આશરો લેવો પડે છે.
શંભુભાઈ જણાવે છે.અમારા ફળિયામા આવેલા પાણીનો હેન્ડપંપ પાછલા બાર દિવસોથી બંધ હાલતમાં છે. આ મામલે અમે શહેરા પાણી પુરવઠા તંત્રને હેન્ડપંપ રિપેર જલદીથી રિપેર કરી આપવામા આવે તેવી રજુઆત પણ કરી હતી તેઓ અમને હેંડપંપ રીપેર અઠવાડીયામાં કરી આપવામા આવશે તેવો વાયદો કરવામા આવ્યો હતો.
પરંતુ ૧૦ દિવસ વીતી જવા છતા અમારો બગડેલો હેન્ડપંપ રીપેર કરવા માટે કોઈ પણ નથી આવ્યુ. હેંડપંપ માટે ફ્રી હેલ્પલાઈન નંબર પર પણ રીપેર કરવા કમ્પલેન નોધાવી છતા પણ કોઈ પરિણામ જાેવા મળ્યુ નથી.અમારી માંગ છેકે આ હેન્ડપંપ જલદીથી રીપેર કરી આપવા આવે જેથી અમારી પાણીની સમસ્યાનો અંત આવે ત્યારે હવે જાેવાનુ રહ્યુ કે આ મામલે તંત્ર દ્વારા શુ પગલા લેવામા આવે છે.?