લાયન્સ કલબ ઓફ અંબાજીના નવા વરાયેલા હોદ્દેદાર શપથવિધિ સમારોહ

તા.૨૯/૦૮/૨૦૨૧ અંબાજીમાં લાયન્સ કલબ ઓફ અંબાજી લાયન વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના નવા વરાયેલા હોદ્દેદાર શપથવિધિ સમારોહ અંબાજી માં ગણેશ ભવન ખાતે રાખેલ
આ પ્રસંગે નવા વરાયેલા નવનિયુક્ત પ્રમુખ તરી કે લાયન શ્રી માન અમિત કુમાર અમૃતલાલ જોષી એડવોકેટ નો પદ ગ્રહણ સમારોહ યોજવમો આવેલ
જેમાં ઇન્સ્ટોલીંગ ઓફિસર ડો.યોગેશભાઈ દવે મુખ્ય અતિથિ તરીકે સિનિયર એડવોકેટ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ યશવંત લેખરાજ બચાણી, પૂર્વ લાયન્સ ક્લબ પ્રમુખ ઘનશ્યામભાઈ શર્મા, ભદ્રેશભાઈ પંડ્યા, ભરતભાઇ પંચાલ, અમૃતલાલ જોષી, અને લાયન્સ ક્લબ અંબાજીના સભ્યોશ્રી.
અને આમંત્રિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ઉલ્લેખનીય છે કે લાયન્સ કલબ ઓફ અંબાજી છેલ્લા બાવીસ (૨૨) વર્ષથી કાર્યરત છે અને અંબાજી અને આસપાસના વિસ્તારોમાં અવિરત સેવારત છે
ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન મેડીકલ સેવા કેમ્પ,કોવિડ-૧૯ દરમિયાન રાશન કીટ વિતરણ અવાર નવાર વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ ઓ કરવામો અગ્રેસર છે
અને અંબાજી ના લાયન્સ ક્લબ ના તમામ સભ્યો હંમેશા સેવાકાર્યો માટે તત્પર રહે છે નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત કુમાર અમૃતલાલ જોષી એ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરી લાયન્સ કલબ ઓફ અંબાજી તરફ થી આગામી વર્ષ ની ક્લબની સેવાકીય પ્રવૃત્તિ ઓ કરવાની અને ફેલોશીપ અને આખા વર્ષ માં લાયન્સ ક્લબ ઓફ અંબાજી ને નવી ઉંચાઈ ઓ ના સર કરવાની પ્રતિજ્ઞા લીધી
અને સામાજિક સેવાકીય કાર્યો સતત ચાલતા રાખવાની ખાતરી આપેલ હતી અને સર્વ મહેમાનોએ લાયન્સ કલબ ઓફ અંબાજીના નવનિયુક્ત પ્રમુખ શ્રી અમિત કુમાર અમૃતલાલ જોષી નો ફૂલો અને ફૂલની માળા ઓ પહેરાવી અને તાળીઓના ગડગડાટ સાથે વધાવી આશીર્વાદ આપ્યો હતો અને ભોજન સમારંભ સાથે પદ ગ્રહણ સમારોહ સંપન્ન થયેલ હતો.