લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમીના દ્વારા માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ
કોરોનાને કારણે હાલ નગરમાં માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. કોરોનાની શરૂઆતથી જ માસ્કની ડિમાન્ડ વધતી જઇ રહી હતી ત્યારે હાલ સરકાર દ્વારા માસ્ક પહેરવું ફરજીઆત કરવામાં આવ્યું છે. પરંતુ શ્રમજીવીઓ પાસે માસ્ક કે સેનિટાઇઝર ખરીદી શકે તેટલી સગવડ ન હોય કે પછી ઘરના દરેક સભ્યો માસ્ક ન લઇ શકે કે સેનિટાઇઝરનો ઉપયોગ ન પણ કરી શકે
ત્યારે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના સંસ્થા દ્વારા હાલમાં માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ સે-૭ શાકમાર્કેટ અને શોપીંગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. અહીં ૨૦૦ જેટલા લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ વિતરણનો લાભ લીધો હતો. આ કાર્યના પ્રોજેકટ ચેરમેન વૈશાલીબેન જોષી, ચંદાબેન યાદવ અને દક્ષાબેન જાદવ અને સંસ્થાના પ્રમુખ મમતાબેન રાવલ સાથે સંસ્થાના બહેનો મોટી સંખ્યામાં માસ્ક અને સેનિટાઇઝર વિતરણ કરવા અર્થે ઉપસ્થિત રહ્યા હતા.