લાયન્સ ક્લબ શાહીબાગના ડો. પી બી પટેલ દ્વારા દિવ્યપથ શાળામાં કેન્સર અંગે સેમિનારનું આયોજન :
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના અનુસાર, કેન્સર એ બીજો સૌથી જીવંત રોગ છે. જે લોકોમાં મૃત્યુનું કારણ બને છે. માટે દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને કેન્સરના ગંભીર જોખમ વિશે શિક્ષિત કરે છે.
કેન્સર જેવા રોગના નિદાન, ઉપચાર અને નિવારણ અંગે શિક્ષણ આપવાના હેતુસર મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ શાળામાં આચાર્ય શ્રી સંજય પટેલ દ્વારા તા-૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ધોરણ 10 અને 11 ના વિદ્યાર્થીઓ માટે કેન્સર વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેંકડો સંશોધનકારો, વૈજ્ઞાનિકો, ફાર્માકોલોજિસ્ટ્સ, ઓન્કોલોજિસ્ટ્સ અને અન્ય આરોગ્યસંભાળ પ્રદાતાઓની સખત મહેનત અને સમર્પણ દ્વારા કેન્સરના નિવારણની શોધો સંદર્ભે આશ્ચર્યજનક પ્રગતિ થઈ છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ લક્ષી સમજ કેળવવી જરૂરી છે.
આ મહત્વપૂર્ણ સેમિનાર માટે ગુજરાતના મહાન ઓન્કોલોજિસ્ટ અને લાયન્સ ક્લબ શાહીબાગ ના સભ્ય એવા શ્રી ડૉ. પી.બી. પટેલે કેન્સર , કેન્સરનું કારણ, કેન્સરની અસર અને કેન્સર નિવારણ વિશે માહિતી આપી હતી.
તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સાથે પ્રેરણા આપી અને કેન્સરને રોકવા માટે વિદ્યાર્થીઓ કેવી મહત્વની ભૂમિકા ભજવે તે અંગે શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓ ને મુંઝવતા પ્રશ્નો માટે અલગથી છેલ્લે સખેલી 15 મિનિટમા લગભગ 25થી વધારે વિદ્યાર્થીઓ એ પ્રશ્નો પૂછ્યા હતા જેના સંતોષકારક જવાબથી વિદ્યાર્થીઓ ખુશ થયા હતા.