લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા પક્ષીઓ માટે પાણી પીવાના કુંડાનું વિતરણ કરાયું
મનુષ્ય માટે જળ જેટલું જરૂરી અને ઉપયોગી છે એટલું જ ઉપયોગી પક્ષીઓ માટે પણ છે મનુષ્યને તો પાણી પોતાના ઘરમાં મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ પક્ષીઓને ગરમીની સીઝન ની અંદર પાણી પીવું હોય તો તકલીફ પડતી હોય છે અમદાવાદ જેવા શહેર મા ખુલ્લી જગ્યા બહુ ઓછી હોય છે જ્યાંથી પક્ષીઓ પાણી પીને પોતાનો તરસ છીપાવી શકે..
અમદાવાદ મા જાહેરમાં પાણી પી શકાય એવી જગ્યાઓ વધારે ઉપલબ્ધ ન હોવાથી પક્ષીઓ પાણી વિના ટળવળતા હોય છે અને એટલે લાયન્સ ક્લબ શાહીબાગ દ્વારા પક્ષીઓના પાણી પીવાના કુંડાના વિતરણ નો કાર્યક્રમ નવરંગપુરા,અનાર કોમ્લેક્સ ખાતે રાખવામાં આવેલ હતો.
ઘણા બધા સ્કૂટર ચાલકો,કાર ચાલકો અને રાહદારીઓ એ પક્ષીઓના પાણી પીવાના કુંડા લઈ જઈને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો અને આ બદલ લાયન્સ ક્લબ શાહીબાગ નો ખૂબ જ આભાર પણ માનતા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબ તરફથી શ્રી અમિતભાઇ શાહ તથા સંજયભાઈ પટેલ અને વિદ્યાનગર સ્કુલ ના ડો. હાર્દિકભાઈ અમીન ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષોઓને પાણી પીવાના ૩૦૦ જેટલા કુંડા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો