Western Times News

Gujarati News

લાયસન્સ, RCબુકની મુદત વધારીને ૩૧ માર્ચ કરી દેવાઈ

અમદાવાદ, ફરી એકવાર રાજ્યના વાહનચાલકોને સરકારે મોટી ભેટ આપી હોય છે. ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક ની મુદતમાં વધારો કરાયો છે. મુદત પુર્ણ થયેલા દસ્તાવેજાેની પણ ૩૧ માર્ચ સુધી એંફોર્સમેંટ માટે માન્ય રાખવામાં આવશે. રાજ્યના વાહનવ્યવહાર કમિશનરની કચેરીએ નવો આદેશ રજૂ કર્યો છે. કોરોનાને પગલે વાહનમાલિકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, ફિટનેસ સર્ટિફિકેટ અને પરમિટ સહિતના દસ્તાવેજાેની મુદત ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્તાવેજાેની મુદ્દત ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજાેની મુદત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૦એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની વેલિડિટી ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી માન્ય ગણાશે. બીજી તરફ લર્નિંગ લાઇસન્સની મુદતમાં કોઇ વધારો નહીં કરવાનું જણાવાયું છે. ૬ મહિનાની વેલિડીટી પૂર્ણ થયા બાદ ફરી ફી ભરવાની રહેશે.

ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકની મુદતમાં વધારો કરતા ફરી એકવાર નાગરિકોને એક મોટી રાહત આપી છે. હાલ કોરોના હોવાથી મોટા ભાગે ઓફિસો બંધ છે અથવા તો લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ફરી રિન્યૂ કરવા માટે ૩૧-૦૩-૨૦૨૧ સુધી વેલિડિટી આપી છે. જેમની પણ મુદત પુર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજાેની પણ ૩૧ માર્ચ સુધી એંફોર્સમેંટ માટે માન્ય રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.