Western Times News

Gujarati News

લારા દત્તાને કેમ અડધી રાત્રે ફોન કરે છે સલમાન ખાન?

મુંબઈ, ૧૯ વર્ષના કરિયરમાં એક્ટ્રેસ લારા દત્તાએ સલમાન ખાનથી માંડીને અક્ષય કુમાર અને ગોવિંદા સહિતના ટોચના કલાકારો સાથે કામ કર્યું છે. તેમાંથી મોટાભાગના સિતારાઓ સાથે લારા દત્તાનો બોન્ડિંગ ખાસ છે. આ જ કારણ છે કે, લારા સલમાનથી લઈને અક્ષય સુધીના એક્ટર્સની એવી આદતો વિશે જાણે છે, જે વર્ષોથી બદલાઈ નથી.

લારા દત્તા હાલ પોતાના વેબ શો કૌન બનેગી શિખરવતીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં લારા દત્તાને પોતાના કો-એક્ટર્સની એવી આદતો વિશે પૂછવામાં આવ્યું જે આજે પણ બદલાઈ નથી. ૨૦૦૫માં લારા દત્તાએ સલમાન ખાન સાથે ફિલ્મ નો એન્ટ્રીમાં કામ કર્યું હતું.

સલમાન વિશે વાત કરતાં લારાએ કહ્યું, તે આજે પણ અડધી રાત્રે ફોન કરે છે. સલમાન એટલા વાગે જ ઉઠે એટલે તેના ફોન પણ ત્યારે જ આવે છે. અક્ષય કુમાર અંગે વાત કરતાં લારાએ કહ્યું, “અક્ષય આજે પણ બધા ઉઠે તેના કરતાં વહેલો જાગી જાય છે.” હવે અક્ષય કુમાર રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠી જાય એ વાત તો જગજાહેર છે.

જણાવી દઈએ કે, લારા દત્તાએ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘અંદાજ’ દ્વારા બોલિવુડ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી બંને વચ્ચે સારી મિત્રતા છે. ગત વર્ષે અક્ષય અને લારા એકસાથે ફિલ્મ ‘બેલ બોટમ’માં જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં લારાએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો રોલ કર્યો હતો.

વર્કફ્રંટની વાત કરીએ તો, ફિલ્મ ‘બેલ બોટમ’ સિવાય લારા દત્તા ‘હિકપ્સ એન્ડ હૂકપ્સ’ અને ‘હન્ડ્રેડ’ જેવા વેબ શોમાં જાેવા મળી છે. ‘હન્ડ્રેડ’ દ્વારા લારાએ ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું. હાલ લારા ‘કૌન બનેગી શિખરાવતી’ને લઈને ચર્ચામાં છે. આ સીરીઝમાં લારા રાજા (નસીરુદ્દીન શાહ)ની ચાર રાજકુમારીઓ પૈકીની એકના રોલમાં છે. નસીરુદ્દીન અને લારા સિવાય આ સીરીઝમાં સોહા અલી ખાન, ક્રિતિકા કામરા અને અન્યા સિંહ પણ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.