Western Times News

Gujarati News

લારીધારક, ફેરીયાઓને વિના મુલ્યે છત્રીનું વિતરણ કરવાની યોજના

પ્રતિકાત્મક

ફેરિયા અને લારીધારકોએ વિના મુલ્યે છત્રી મેળવવા માટે ઓનલાઇન અરજી ૩૦ નવેમ્બર સુધીમા કરવી.
નાયબ બાગાયત નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ: ૨૦૨૦-૨૧ માટે સરકારશ્રી દ્રારા રોડની સાઈડમાં ઉભા રહી ફળ-શાકભાજી કે ફુલપાકોનું વેચાણ કરતા લારીધારક, ફેરીયાઓને બાગાયત ખાતા દ્રારા વિના મુલ્યે છત્રીનું વિતરણ કરવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

પરંતુ આ યોજનાનો લાભ શહેરી વિસ્તારમાં ફળ, શાકભાજી અને ફુલપાકોનું વેચાણ, નાશવંત પેદાશનું પાથરણા/લારીથી વેચાણ કરતા ફેરિયાઓ લઇ શકે તે માટે તેમા સરકારશ્રી દ્વારા સુધારો કરવામાં આવેલ છે. શહેરી વિસ્તારના લાભાર્થીઓ કે જેઓ ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા અપાયેલ કાર્ડ ધરાવતા હોય અને આ યોજનાઓનો લાભ મેળવવા માંગતા હોય તેમના માટે i-khedut portal માં ઓનલાઇન અરજી કરવાનું ફરજીયાત છે. આ યોજના હેઠળ કુટુંબ દિઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓએ ગ્રામ પંચાયત / બાગાયત કચેરીનો સંપર્કથી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) મારફતે તારીખ- ૦૪/૧૧/૨૦૨૦ થી ૩૦/૧૧/૨૦૨૦ સુધી ઓનલાઇન અરજી કરી સમયમર્યાદામાં નાયબ બાગાયત નિયામકશ્રી, બ્લોક – સી, પ્રથમ માળ, બહુમાળી ભવન – ૧, વસ્ત્રાપુર, અમદાવાદ – ૩૮૦ ૦૫૨ કચેરીએ જરૂરી સાધનિક કાગળો રેશનકાર્ડ, આધારકાર્ડની નકલ તથા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ઓળખપત્રક સહિત રજુ કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.