લાલકૃષ્ણ અડવાણી અને અમરિંદર સિંહને જીવથી મારી નાખવાની ધમકી
નવીદિલ્હી, ખાલિસ્તાની આતંકી સંગઠન જસ્ટિસ ફોર શીખે ફરી એકવાર વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કર્યા છે.તેમણે વિવાદાસ્પદ પોસ્ટર જાહેર કરીને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સહિત પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની વિરૂધ્ધઝ મોતનો ફતવો જાહેર કર્યો છે જોકે આ મામલા પર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઇ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી આબી સતર્ક છે.એજન્સીઓ આ મામલા પર ગંભીરતાથી નજર રાખી રહી છે ભારત સરકાર અને આઇબી એજન્સીઓ પંજાબના મુખ્યમંત્રી સુકાની અમરિંદર સિંહ અને એલ કે અડવાણીની સુરક્ષા સાથે જાેડાયેલા મુદ્દાઓને પણ સતર્કતા સાથે મોનિટરિંગ કરી રહી છે.
મૂળ ૩૧ ઓકટોબર ૧૯૮૪ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એક નવેમ્બર અને બે નવેમ્બરથી જ રાજધાનીમાં શીખ વિરોધી તોફાનોની શરૂઆત થઇ હતી જેમાં અસંખ્ય શીખ ઘર્મ સમુદાયના લોકોને તોફાનો દરમિયાન મારવામાં આવ્યા હતાં. આજે પણ તે તોફાનોના નામ પર જસ્ટિલ ફોર શીખ સંસ્થાનના વડા આતંકી ગુરપતવંતસિંહ પન્નુ પંજાબ દિલ્હીથી વિદેશમાં પણ ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે.
દર વર્ષે શીથ તોફાનોની વરસી પર આતંકી પન્નુ આવી જ ધમકીઓ આપતો રહે છે.પરંતુ જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી તે અમેરિકાના શહેર ન્યુયોર્કમાં બેસીને ભારત વિરોધી ગતિવિધો અને નેતાઓ પર હુમલાની તૈયારી અને હત્યા કરનારને બદલામાં ઇનામની રકમ આપવાની જાહેરાત કરી રહ્યો છે. આ મામલા પર ભારત સરકાર પણ વિશેષ ધ્યાન આપી રહી છે.
આ મામલે ઇન્ડિયન વર્લ્ડ ફોરમના સેક્રેટરી જનરલ પુનીતસિંહ ચંડોકે પણ નિવેદન આપતા કહ્યું કે આ આતંકી ગુરપતવંત સિહં પન્નુ આજ સુધી કોઇ પણ શીખ સમુદાયના એ તોફાન પીડિતોમાંથી એક વ્યક્તિની પણ કોઇ કાયદાકીય મદદ કે કોઇ અન્ય પ્રકતારની મદદ નથી કરી ન તો પન્નુને આવો કરવાનો કોઇ ઇરાદો છે. પરંતુ તોફાનો પીડિતોને ભડકાવવવાનો પ્રયાસ તે હંમેશા કરતો રહે છે તે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીઓના હાથની કથપુતળી બનીને તેના ઇશારે ભારત વિરોધી ગતિવિધિઓને અંજામ આપવાનો પ્રયાસ કરતો રહે છે.HS