જર્જરિત ઈમારત ઉતારતાં ફાયર બ્રિગેડના બે કર્મચારીઓ દબાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના લાલબજાર વિસ્તારમાં બે માળની જર્જરિત ઈમારત ઉતારવા ગયેલી ભરૂચ નગર પાલિકાના ફાયર બ્રિગેડ ની ટીમ ઉપર બે માળની જર્જરિત ઈમારત અચાનક ધસી પડતા બે કર્મચારીઓ દબાઈ જતા બંને ને રેસ્ક્યુ કરી ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લાલબજાર હાજીપીર કિરમાની વિસ્તારમાં બે માળની જર્જરિત ઈમારત ને ઉતારવા માટે ભરૂચ નગર પાલિકાની ફાયર બ્રિગેડ ની ટીમ વહેલી સવારે પહોંચી હતી તે દરમ્યાન જર્જરિત ઈમારત ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન બે માળ ની જર્જરિત ઈમારત ની દીવાલ અચાનક ધસી પડતા દીવાલ ના કાટમાળ નીચે ફાયર બ્રિગેડના ભીખાભાઈ રેવાદાસ વસાવા તથા તૃપલભાઈ ડી ગામીત દબાઈ જતા ભરૂચ નગર પાલિકા ના અન્ય ફાયર બ્રિગેડ ના જવાનો એ કાટમાળ નીચે થી દબાઈ ગયેલા બંને કમર્ચારીઓ ને હેમખેમ બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.બંને ઈજાગ્રસ્ત ફાયર બ્રિગેડ ના કર્મચારીઓ ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.*