Western Times News

Gujarati News

અમદાવાદમાં AMTS લાલબસમાં વૃધ્ધો સાથે ગેરવર્તણુક કેમ?

પ્રતિકાત્મક

ઘડપણ સૌને આવે છે એ ભૂલવુ ન જાેઈએ

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ઘડપણ સૌને આવવાનુૃ છે. બાળપણ, યુવાવસ્થા તથા ઘડપણ આ ત્રણ તબક્કામાંથી પસાર થનારા સૌ કોઈ કહે છે કે ઉપરવાળો, આપે તો તંદુરસ્તી સાથેનુૃ ઘડપણ આપે. પરંતુ દરેક કિસ્સામાં આવું થતુ નથી. ઉંમરલાયક એવરેજ વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પીડાતી હોય છે. આવા સંજાેગોમાં તેની સહાનુભૂતિ કે હમદર્દીભર્યુ વલણ અપનાવવાની જગ્યાએ ઘણા લોકો તેમની સાથે તોછડુ વર્તન કરતા જાેવા મળતા હોય છે. જેમ કે સમાજમાં સારા પાસા છે તો ખરાબ પાસા પણ જાેવા મળતા હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોના કર્મચારીઓ તેમની ઉતમ સર્વિસ માટે વખણાય છે. પણ કોણ જાણે કોઈ ઉંમરલાયક વ્યક્તિને બસમાં ચઢતા જાેવે કે ડ્રાઈવર-કંડકટર મગજનો પિત્ત્તો ગુમાવી બેસે છે. જાણે કે તેમના ખિસ્સાના પૈસા જતા હોય. ઘરડા માણસો પૂછપરછ કરે કે બસમાં ચઢતા સમય લાગે તો પણ મગજ ગુમાવી દેવાનુૃ??આવુ બધા જ રૂટના કર્મચારીઓ કરે છે એવું નથી. પણ વૃધ્ધ લોકો અને તેમાં પણ અશક્ત હોય, તુરત જ ડ્રાઈવર-કંડકટર બોલશે, શું કરવા નીકળી પડ્‌તા હશો??’ અરે ભાઈ!! યુવાનીમાં નોકરી-કામકાજ કર્યુ હોય તો ઘડપણ આવે એટલે બહાર નીકળવાનું નહી?

ખરેખર તો આવા વૃધ્ધજનોને પ્રોત્સાહિત કરવા જાેઈએ કે વડીલ તમે આ ઉંમરે હરીફરી શકો છો એની જગ્યાએ તેમનંુ મોરલ તોડી નાંખવામાં આવે એવા કડવા વેણ શા માટે બોલાતા હશે?? શુૃ એએમટીએસના કર્મચારીઓના ઘરે વૃધ્ધ માતા-પિતા નહીં હોય?? જાે તેમની સાથે કોઈ કડવા વેણ બોલે તોે ?? અમુક વૃધ્ધો પણ કચકચ કરતા હોય છે એવુૃ ડ્રાઈવર-કંડકટર જણાવતા હોય છે. પણ તેનો અર્થ એ નહીં કે તેમની સાથે ગેરવર્તન કરવાનુૃ, જે વૃધ્ધો આવે છે તેમની પાસે ‘પાસ’ હોય તો તે પણ અમુક કર્મચારીઓને ગમતુ હોતુ નથી. અને બબડતા જાેવા મળે છે. ખરેખર તો સમાજમાં વૃધ્ધોનો આદર થવો જાેઈએ. તેનાથી ઘણી વખત ઉલ્ટુ ચિત્ર જાેવા મળતુ હોય છેે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.