લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ આરજેડીમાં નથીઃ શિવાનંદ તિવારી
પટણા, આરજેડીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ દાવો કર્યો છે કે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ આરજેડીમાં નથી, તેમને તો પહેલેથી જ હાંકી કાઢવામાં આવ્યાં છે અને તેજ પ્રતાપને પાર્ટીના ચૂંટણી ચિન્હ લાલટેનનો ઉપયોગ પણ મંજૂરી નથી.
આરજેડીમાં મચેલા ઘમાસાણની વચ્ચે પાર્ટી નેતા શિવાનંદ તિવારીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેમણે કહ્યું કે તેજ પ્રતાપને તો પાર્ટીના સત્તાવાર ચૂંટણી ચિન્હ લાલટેનના ઉપયોગની પણ મંજૂરી નથી. તિવારીએ કહ્યું કે તેજ પ્રતાપ પાર્ટીમાં ક્યાં છે.
તેમણે નવું સંગઠન પણ બનાવ્યું છે. હાંકી કાઢવાનો તો સવાલ જ નથી. તે તો પહેલેથી જ બરતરફ છે. તેમણે જે સંગઠન બનાવ્યું છે તેમાં લાલટેનનો સિમ્બોલ લગાવ્યાનું જાણીને પાર્ટીએ તેમને કદી દીધું હતું કે લાલટેન ન લગાવી શકો. ખુદ તેજપ્રતાપે આ વાત કબૂલી લીધી છે. આ મેસેજ ક્લિયર છે.
હાજીપુરમાં આરજેડી કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતી વખતે એક પ્રશ્નના જવાબમાં શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે તેજ પ્રતાપ પાર્ટીમાં નથી. તેમણે કહ્યું કે તેમણે એક નવી સંસ્થા બનાવી છે. શિવાનંદે કહ્યું કે તેજપ્રતાપ યાદવ પોતે આરજેડીમાંથી બરતરફ થઈ ગયા છે. તેજસ્વીના નજીકના સાથી શિવાનંદ તિવારીએ જણાવ્યું હતું કે આરજેડી નેતૃત્વ દ્વારા તેજ પ્રતાપને પણ ફાનસનો ઉપયોગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
શિવાનંદે નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેમને ગાંધીજી અને લોહિયાનું નામ લેવાનો કોઈ અધિકાર નથી કારણ કે નીતિશ કુમાર ઘણા મુદ્દાઓ પર મૌન રહ્યા છે.
શિવાનંદ તિવારીએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના ઉમેદવાર કુશેશ્વરસ્થાન અને તારાપુર વિધાનસભાની પેટા ચૂંટણી જીતશે તે નિશ્ચિત છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે બિહારમાં પ્રાદેશિક પક્ષ મજબૂત છે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર ને મેદાનમાં ઉતારવા જાેઈતા ન હતા, પરંતુ કોંગ્રેસના બિહારના પ્રભારી ભક્ત ચરણ દાસને માહિતી આપવામાં આવ્યા બાદ પણ કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. તેમણે કહ્યું કે તેની ખરાબ અસર થશે પરંતુ આરજેડીના ઉમેદવારો જીતશે.HS