લાલુ એનડીએના ધારાસભ્યોને લાલચ આપી રહ્યાં છે: મોદી
પટણા, ભાજપ નેતા સુશીલ મોદીએ આરોપ લગાવ્યો છે કે રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ બિહારમાં નીતીશકુમાર સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને આ હેઠળ એનડીએના ધારાસભ્યોને પક્ષ પલ્ટો કરાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને એક મોબાઇલ જાહેર કરતા દાવો કર્યો છે કે ધાસચારા કૌભાંડમાં સજા કાપવા છતાં લાલુ યાદવ આ નંબરથી વાત કરી રહ્યાં છે.
મોદીએ ટ્વીટ કર્યું લાલુ એડીએના ધારાસભ્યોને રાંચીથી ટેલીફોન કરી રહ્યાં છે અને મંત્રી પદનું વચન આપી રહ્યાં છે તેમણે કહ્યું કે મેં જયારે ફોન કર્યો તો સીધો લાલુ પ્રસાદે ઉઠાવ્યો મેં કહ્યું કે જેલથી આ પ્રકારે ખરાબ ખેલ ન રમો તમને સફળતા મળશે નહીં.HS