લાલુ પ્રસાદને જામીન માટે હજુ એક અઠવાડીયાના રાહ જાેવી પડશે

રાંચી, રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડના એક મામલામાં જામીન માટે હજુ એક અઠવાડીયું વધુ રાહ જાેવી પડશે ચારા કૌભાંડના દુમકા કોષાગારથી ગેરકાયદેસર નિકાસીના મામલામાં લાલુ પ્રસાદની અડધી સજા પુરી કરી લેવાના દાવા પર આજે સીબીઆઇએ જવાબ દાખલ કરવા માટે સમય આપવાની માંગ કરી સીબીઆઇ તરફથી બતાવવામાં આવ્યું છે કે લાલુ પ્રસાદ તરફથી દાખલ જવાબની કોપી મળી નથી કોપી મળવા પર સીબીઆઇ જવાબ દાખલ કરશે ત્યારબાદ ન્યાયમૂર્તિ અપરેશ કુમાર સિંહની અદાલતે સીબીઆઇને જવાબ દાખલ કરવાનો સમય આપતા સુનાવી પાંચ ફેબ્રુઆરી નિર્ધારિત કરી.
દુમકા કોષાગાર મામલામાં સીબીઆઇ કોર્ટે લાલુ પ્રસાદને સાત વર્ષની સજા સંભળાવી છે લાલુ પ્રસાદે હાઇકોર્ટમાં આ મામલાની અડધી સજા પુરી કરવાનો દાવો પહેલા પણ કરી ચુકયા હતાં પરંતુ બેવારથી વધુ અડધી સજા પુરી કરવાનો દાવો કરવા માટેના સમર્થનમાં કોઇ રેકોર્ડ રજુ કરી શકયા ન હતાં દસ્તાવેજ રજુ કરવા માટે લાલુ તરફથી સમયની માંગ કરવામાં આવી હતી અને ૨૫ જાન્યુઆરીએ નીચલી અદાલતને રેકોર્ડ રજુ કરવામાં આવ્યો.
જાણકારી અનુસાર લાલુ પ્રસાદની અડધી સજા આઠ ફેબ્રુઆરીએ પુરી થઇ રહી છે ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન અદાલતથી લાલુને જામીન આપવાની વિનંતી એમ કહેતા કરવામાં આવશે કે હાઇકોર્ટથી જામીન મળ્યા બાદ ઔપચારિકતા પુરી કરવામાં બે દિવસ લાગશે આથી પાંચ ફેબ્રુઆરીએ જ જામીન આપવાની વિનંતી કરવામાં આવશે સીબીઆઇએ પણ પાંચ ફેબ્રુઆરીએ લાલુ પ્રસાદના દાવા પર પોતાનો જવાબ દાખલ કરશે સીબીઆઇ હજુ સુધી ટાલુની અડધી સજા પુરી થવાની દલીલ આપતી રહી છે જાે પાંચ જાન્યુઆરીએ લાલુ પ્રસાદને જામીન મળશે તો તે જેલની બહાર નિકળશે લાલુ પ્રસાદની તબીયત હાલ ખરાબ છે અને એમ્સ દિલ્હીમાં તેમની સારવાર ચાલી રહી છે.HS