લાલુ યાદવનાં કેસમાં હાઇકોર્ટનું કડક વલણ, સરકાર કાયદાથી ચાલે છે, કોઇ વ્યક્તિ વિશેષથી નહીં
રાંચી, ઘાસચારા કૌભાંડમાં જેલની સજા કાપી રહેલા બિહારનાં પુર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવ સાથે સંકળાયેલા જેલ મેન્યુએલ ઉલ્લંઘન કેસ અંગે આજે રાંચી હાઇકોર્ટમાં સુનાવણી થઇ, આ દરમિયાન જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટે ગંભીગ ટીપ્પણી કરી છે, કોર્ટે કહ્યું કે સરકાર કાનુનથી ચાલે છે, વ્યક્તિ વિશેષથી નહીં, તે સાથે જ રાજ્ય સરકાર અને જેલ સુપ્રિટેન્ડન્ટ પાસે એસઓપી માંગી છે, આ કેસની આગામી સુનાવણી આગામી 22 તારીખે યોજાશે.
કોરોનાનાં જોખમથી બચાવવા માટે લાલુ યાદવને રિમ્સનાં કેલી બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે આ બંગલો ખાલી હતો, કોર્ટે કહ્યું કે રિમ્સ મેનેજમેન્ટએ આ સ્પષ્ટતા નથી કરી કે લાલુ પ્રસાદને રિમ્સનાં ડિરેક્ટરનાં બંગલામાં શિફ્ટ કરવાનાં પહેલા અન્ય કયા વિકલ્પો પર વિચાર કરવામાં આવ્યો હતો, અને ડિરેક્ટરનાં બંગલાને જ કેમ પસંદ કરાયો, જ્યારે અન્ય વિકલ્પો પણ હતાં, નિયમો અને જોગવાઇ અનુસાર નિર્ણયો લેવા જોઇતા હતા.
જેલ આઇજી એ કોર્ટમાં રજુ કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે જેલ મેન્યુએલમાં કોરોના જેવી સંક્રમિત કરનારી બિમારીઓમાં કેદીઓને બહાર ક્યાં રાખવા તેની કોઇ સ્પષ્ટ કરાઇ નથી, અને તેની એસઓપી પણ નથી. કોર્ટે 22 જાન્યુઆરી સુધીમાં એસપોપી તૈયાર કરીને કોર્ટમાં રજુ કરવાનો હુકમ આપ્યો છે, તે ઉપરાંત કોર્ટે સરકાર પાસે ત્રણ મહિનામાં લાલુ પ્રસાદ સાથે મુલાકાત કરનારા લોકોની યાગી પણ માંગી છે.