લાલુ યાદવને ઝારખંડ જેલમાં મોજ: બિહારમાં રાજનીતિ ગરમાઇ
પટણા, રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ જેલની સજા દરમિયાન રાંચીના રિમ્સ હોસ્પિટલમાં મોજ કરી રહ્યાં છે.તે ઇચ્છે તે કરી શકે છે આ વાત અન્ય કોઇ નહીં પરંતુ તેમની પાર્ટીના જ એક નેતા કહી રહ્યાં છે નેતા પણ એવા જેના માટે ખુદ લાલુના પુત્ર અને રાજદ નેતા તેજ પ્રતાપ યાદવ કહે છે કે તેમના આશીર્વાદ તેમની સાથે છે ધટના જાહેર થયા બાદ સત્તા પક્ષે ટીકાઓ શરૂ કરી દીધી છે આથી રાજદ બેકફુટ પર જાેવા મળી રહી છે. ગયાના રાજદ નેતા કમલેશ શર્માની એક વીડિયો વાયરલ થઇ છે જેમાં તે કહેતા જણાય છે કે તેમને લાલુ પ્રસાદ યાદવથી જેલથી રોજ વાત થાય છે કમલેશ અનુસાર લાલુ ફોન કરી કાર્યક્રમોની તસવીર માંગે છે તેમને કાર્યક્રમોની તસવીર મોકલવામાં આવે છે તે ફોન પર બહારના લોકોના સંપર્કમાં રહે છે.
જાણતા અજાણતા લાલુ પ્રસાદ યાદવની વિરૂધ્ધ મોટો ખુલાસો કરનાર કમલેશ શર્મા તાજેતરમાં જ રાજદમાં સામેલ થયા છે આ પહેલા તે જદયુમાં હતાં તેમણે ખુદને ગયાના ટેકારી વિધાનસભા વિસ્તારના ઉમેદવાર જાહેર કર્યા છે.કમલેશ શર્માના રાજદના મોટા નેતાઓના સંપર્કનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે ખુદ લાલુના પુત્ર તેજપ્રતાપ યાદવે ગત ૧૨ સપ્ટેમ્બરે ગયામાં કહ્યું હતું કે તેમના આશીર્વાદ કમલેશની સાથે છે.
ધાસચારો કૌભાંડમાં જેલની સજા કાપી રહેલ લાલુના ફોન પર બહારી દુનિયાના સંપર્કના રાજદ નેતાના જ ખુલાસા બાદ રાજનીતિ ગરમાઇ છે. જદયુ નેતા અને મંત્રી નીરજ સિંહે કહ્યું કે લાલુ અપરાધી અને ૪૨૦ છે જે વ્યક્તિથી તેમની વાત સામે આવી છે તે મોટો ઠેકેદાર છે. ઝારખંડની હેમંત સોરેન સરકારે લાલુને જેલ નહીં આરામ ગૃહમાં રાખ્યા છે જયાં તેમને તમામ સુવિધા આપવામાં આવી રહી છે આ ત્યાંની સરકારની નિર્લજજતાની હદ છે. જદયુ નેતા અજય આલોકે કહ્યું કે લાલુની પાસે એક નહીં ચાર ચાર ફોન છે તે મીડિયાથી પણ સંપર્કમાં રહે છે. આ મામલાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લેવો જાેઇએ .
આ મામલે રાજદ બેકફુટ પર છે રાજદના પ્રવકતા મૃત્યુજય તિવારીએ કહ્યું કે કેટલાક લોકો અતિ ઉત્સાહ જાેવા મળે તે માટે કંઇ પણ બોલે છે કમલેશ શર્મા તેમાં સામેલ છે તેમની વાતોથી પાર્ટીને કોઇ લેવાદેવા નથી તે પાર્ટીમાં કોઇ પદ પર પણ નથી રાજદ નેતા શકર્તિસિંહ યાદવે કહ્યું કે લાલુથી તો પાર્ટીના મોટા મોટા નેતા મળી શકતા નથી તો આ કમલેશ શર્મા આમ કેવી રીતે કહી શકે