લાલોડીયા ગામે સાંસદ દિપસિંહ રાઠોડના સન્માન સમારોહમાં સરપંચ સહિત 100 કાર્યકરો ભાજપમાં જોડાયાં
મોડાસા:અરવલ્લી જ જિલ્લામાં આજે લાલોડીયા ગામે લોકપ્રિય સંસદ સભ્ય દિપસિંહ રાઠોડને સન્માનવાનો કાર્યક્રમ ઉમંગભેર યોજાયો હતો. જેમાં ગામના સરપંચ શ્રીમતિ સવિતાબેન બાબુભાઈ મારવાડ તેમના 100 ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.
મોટી સંખ્યામાં ઉપસ્થિતિ આજુબાજુના ગામના લોકોની હાજરીમાં CAA બાબતે જનજાગૃતિનો કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શામળભાઈ એમ પટેલ, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, પૂર્વ ધારાસભ્ય હિરાજી ડામોર , કાળુજી ડામોર,ભુપતસિહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.