Western Times News

Gujarati News

લાલ આંખ કરનારાઓને મળશે જવાબ : જિનપિંગ

બેજિંગ: ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા રાજધાની બેજિંગમાં આયોજિત કાર્યક્રમમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે દુનિયાને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. જિનપિંગે અમેરિકા અને તાઈવાનનું નામ લીધા વગર કહ્યું કે, કોઈએ ચીનની ક્ષેત્રીય એકતા અને સંપ્રભુતાની રક્ષા કરવા માટે ચીની લોકોની મજબૂત ઈચ્છા શક્તિ, વિશ્વાસ અને તાકાતને કમ આકવાની કોશિશ ના કરવી જાેઈએ. તેમણે એ પણ કહ્યું કે અમે કોઈ પણ એવી વિદેશી તાકાતને મંજૂરી નહીં આપીએ કે તે આંખો બતાવીને દબાવવાની કોશિશ કરે.

ઐતિહાસિક પ્રસંગ પર ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે કહ્યું કે કોઈ વિદેશી તાકાત આંખ બતાવવાની કોશિશ કરશે તો તેને ચીનની ૧.૪ અબજ લોકોની શક્તિનો સામનો કરવો પડશે. લદ્દાખમાં ભારતની જમીન પર નજર રાખીને બેઠેલા રાષ્ટ્રપ્રમુખે દાવો કર્યો કે, “અમે કોઈને દબાવ્યા નથી, અમે કોઈને આંખ બતાવવાની અને કોઈ અન્ય દેશના નાગરિકોને પોતાને આધિન કરવાનો પ્રયાસ નથી કર્યો અને આગળ પણ આવું નહીં કરીએ. જિનપિંગે કહ્યું કે ચીન પોતાની સેનાનું નિર્માણ પોતાની સંપ્રભુતાની રક્ષા, સુરક્ષા અને વિકાસ માટે કરશે અને વિશ્વસ્તરીય બનાવશે. તેમણે કહ્યું કે, અમે નિશ્ચિત રીતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સેનાને આધુનિક બનાવવી પડશે.

તેઓ સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચેરમેન છે જે સેનાઓના નિયંત્રણ પર નજર રાખે છે. એટલું જ નહીં શી જિનપિંગ રાષ્ટ્રપ્રમુખ છે, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યોમાં વધારો થયો છે. હવે સીપીસીના ૯ કરોડથી વધુ સભ્યો છે. માઓ પછી ચીનના સૌથી શક્તિશાળી નેતા બનીને સામે આવેલા જિનપિંગે કહ્યું કે ચીન હંમેશાથી શાંતિ, વૈશ્વિક વિકાસ અને આંતરાષ્ટ્રીય વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે.

તેમણે કહ્યું કે ચીને એક મૃદ્ધ સમાજ બનાવવાના શતાબ્દી લક્ષ્યાંકને હાંસલ કર્યો છે. તેમણે કહ્યું કે ચીનના લોકો એક નવી પ્રકારની દુનિયા બની રહ્યા છે. શી જિનપિંગનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે હોંગકોંગ, ઉઈગર મુસ્લિમ, લદ્દાખ અને તાઈવાનને લઈને ચીનની નીતિઓની આખી દુનિયામાં નિંદા થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.