Western Times News

Gujarati News

લાલ ટોપીવાળાઓને લાલ બત્તી સાથે લેવાદેવા, આતંકીઓ પર છે મહેરબાન

ગોરખપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરની મુલાકાતે છે. તેમણે ગોરખપુરને લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્‌સની ભેટ આપી. આ દરમિયાન પીએમ મોદીએ ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ પ્લાન્ટનું ભૂમિ પૂજન ૨૨ જુલાઈ ૨૦૧૬ના રોજ કર્યું હતું. ૩૦ વર્ષથી વધુ સમય સુધી બંધ રહ્યા બાદ તેને ફરી ચાલુ કરવામાં આવ્યો છે. લગભગ ૮૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગોરખપુરમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ધર્મ અને ક્રાંતિની નગરી ગોરખપુરના લોકોને હું પ્રણામ કરું છું. તમે બધા ફર્ટિલાઈઝર કારખાના અને એમ્સ માટે ઘણા દિવસથી રાહ જાેઈ રહ્યા હતા. આજે એ દિવસ આવી ગયો છે. તમને બધાને ખુબ શુભેચ્છાઓ.

આ તમારા બધાનો પ્રેમ છે જે અમને તમારા માટે રાત દિવસ કામ કરવાની પ્રેરણા આપે છે. પાંચ વર્ષ પહેલા હું અહીં એમ્સ અને ખાતરના કારખાનાનું ભૂમિ પૂજન કરવા આવ્યો હતો. આજે સાથે બંનેના લોકાર્પિણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. યુપીના લોકોને ખુબ ખુબ શુભેચ્છાઓ.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે નવું ભારત કઈક કરી લેવાનું નક્કી કરી લે છે તો તેના માટે કશું જ અઘરું નથી. જ્યારે તમે ૨૦૧૪માં મને સેવા કરવાની તક આપી તો અનેક ખાતર કારખાના બંધ પડ્યા હતા.

ખાતરની વિદેશથી સતત આયાત વધી રહી હતી. જે ખાતર ઉપલબ્ધ હતું તે પણ ખેતી સિવાય અન્ય કામોમાં ગૂપચૂપ રીતે ઉપયોગ થતો હતો. ખાતર માટે ખેડૂતોએ લાકડી અને ગોળી ખાવા પડતા હતા. ખાતરના કાળાબજારી રોકવા માટે અમે ૧૦૦ ટકા યુરિયાનું નીમ કોટિંગ કરાવ્યું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ફર્ટિલાઈઝર કારખાનાના શિલાન્યાસ સમયે મે કહ્યું હતું કે ગોરખપુર વિકાસનું કેન્દ્ર બનશે. આજે એ સાચું પડતું જાેવા મળી રહ્યું છે. તેનાથી પૂર્વાંચલમાં રોજગાર અને સ્વરોજગારની તકો પેદા થશે. અનેક નવા બિઝનેસ શરૂ થશે.

ટ્રાન્સપોર્ટેશન અને સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન મળશે. ખાતરના મામલામાં ભારત આર્ત્મનિભર બનશે. કોરોના સમયે અમે જાણ્યું કે ખાતરના મામલામાં આર્ત્મનિભરતા કેમ જરૂરી છે? ત્યારે વિદેશથી આયાત નહતું થઈ રહ્યું. દુનિયાભરમાં ખાતરના ભાવ વધી ગયા હતા.

પરંતુ આપણા દેશમાં અમે ખાતરના ભાવ ન વધાર્યા. ખેડૂતો પર બોજાે અમે ન નાખ્યો. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં દુનિયામાં યુરિયા ૬૦થી ૬૫ રૂપિયે પ્રતિ કિલોમાં વેચાઈ રહ્યું છે, ત્યાં ભારતમાં અમે ખેડૂતોને ખાતર ૧૦થી ૧૨ ગણું સસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લાલ ટોપીવાળાઓને ફક્ત લાલ બત્તી સાથે લેવાદેવા છે. તેઓ આતંકીઓ પર મહેરબાન રહે છે. તેઓ યુપીમાં સરકાર બનાવીને આતંક ફેલાવવા માંગે છે. લાલ ટોપીવાળા ખતરાની ઘંટી છે. લાલ ટોપીવાળા આતંકીઓ પર મહેરબાન રહે છે. તેમને જનતાના દુઃખ અને તકલીફ સાથે કોઈ લેવાદેવા નથી. લાલ ટોપીવાળા યુપી માટે રેડ અલર્ટ છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશના અલગ અલગ ભાગોમાં બની રહેલા ૫ ફર્ટિલાઈઝર પ્લાન્ટ શરૂ થયા બાદ ૬૦ લાખ ટન વધારાનું યુરિયા દેશને મળશે. એટલે કે ભારતે હજારો કરોડ રૂપિયા વિદેશ મોકલવા નહીં પડે ભારતનો પૈસો ભારતમાં જ લાગશે. પહેલાની ૨ સરકારોએ ૧૦ વર્ષમાં જેટલી ચૂકવણી શેરડીના ખેડૂતોને કરી હતી લગભઘ એટલી સીએમ યોગીની સરકારે પોતાના સાડા ચાર વર્ષમાં કરી.

અમારી સરકાર આવતા પહેલા યુપીથી ફક્ત ૨૦ કરોડ લીટર ઈથેનોલ તેલ કંપનીઓને મોકલાતું હતું. આજે લગભગ ૧૦૦ કરોડ ઈથેનોલ યુપીના ખેડૂતો ઓઈલ કંપનીઓને મોકલી રહ્યા છે. યોગી સરકારે શેરડીના ખેડૂતો માટે ગત વર્ષોમાં અભૂતપૂર્વ કામ કર્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.