લાલ બસની સેવા વધુ મજબુત બને તે માટે BRTS-AMTSના શિડયુલ કોમન કરવા પર ભાર
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) તેની સેવાને લઈને ભારતમાં ખ્યાતિ ધરાવે છે. છેેલ્લા બે વર્ષથી ચાલતી કોરોનાકાળ દરમ્યાન પણ લાલ બસની સેવા સારી રહીછ ે.
સામાન્ય સંજાેગોના સંદર્ભમાં વાત કરીએ તો પાછલા કેટલાંક વર્ષોથી અમદાવાદનો ભૌગોલિક દ્રષ્ટીએ વિકાસ થયો છે. નવી નવી સોસાયટીઓ, ફલેટો બનવાને કારણે દિવસેદિવસે ટ્રાન્સપોર્ટેશનની માંગ વધી છે. પરંતુ દરેક સ્થળે એએમટીએસ પહોંચી શકતી નથી.
અને જાે લાલ બસ પહોંચે તો તેની ફ્રીકવન્સી ઓછી હોય છે. પરિણામે પેસેન્જરને વધારે સમય રાહ જાેવી પડે છે. અમદાવાદમાં આ કારણોસર જ શટલ રીક્ષાઓનું ચલણ વધ્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સેવા વધુ સુદ્રઢ અને મજબુત બને તે માટે શું કરવુ જાેઈએ. એ બાબતે અભિપ્રાય જાણવા માટે એએમટીએસના પૂર્વ ચેરમેન અતુલભાઈ ભાવસારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે ખરેખર તો, બીઆરટીએસ અને એએમટીએસના જે શિડ્યુલ છે તેને કોમન કરવા જાેઈએ.
બીજી તરફ એએમટીએસની બસોની જે સંખ્યા છે તેમાં વધારો કરવો જરૂરી છે. હાલમાં લગભગ ૬૦૦ બસો દોડી રહી છે તેની જગ્યાએ ૧૦૦૦ બસો કરવી જાેઈએ.
બીઆરટીએસની લગભગ રપ૦ બસો છે જે માત્ર ૧ર-૧૩ રૂટ પર દોડે છે. સામે પક્ષે એએમટીએસ ની બસો શહેરમાં ૧પ૦ જેટલા રૂટો પર પોતાની સેવા આપે છે. જાે કે આગામી દિવસોમાં મેટ્રો શરૂ થશે એટલે તેનો લાભ સામાન્ય- મધ્યમવર્ગની જનતા લેશે.
તેને કારણે બીઆરટીએસના મુસાફરોની સંખ્યા ઘટવાની શક્યતાઓ વધી જશે. જયારે બીઆરટીએસ શરૂ થઈ ત્યારે લાલ બસના મુસાફરો ઘટયા હતા. અમદાવાદના ભૌગોલિક વિસ્તારને જાેતા પેસેન્જરોને સરળતાથી બસ ઉપલબ્ધ થાય એ માટે લાલ બસની સંખ્યા ૧૦૦૦ કરવી જરૂરી છે.
મુંબઈ જેવા શહેરમાં મોંઘીદાટ ગાડી ધરાવનાર વ્યક્તિ પણ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હોય છે. આપણે ત્યાં સ્થિતિ વિપરીત જાેવા મળે છે. લોકો પાસે પ્રાઈવેટ વાહનો હોવાથી તેઓ પબ્લિક-ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ ઓછો કરે છે. ખાસ કરીને યુવાનો ટુ વ્હીલર, ફોર વ્હીલરનો વપરાશ વધારે છે.