Western Times News

Gujarati News

લાલ બસોના ર૦૦ ડ્રાઈવર હડતાળ પર

મુસાફરો અટવાતા, અફડાતફડીનો માહોલ : પગાર ન મળવાને કારણે
હડતાલ ઉપર ઉતર્યા  : પ૦ વૈકલ્પિક બસો દોડાવવાની જાહેરાત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરની વસ્તી તથા વિસ્તાર જાતાં ૧૬૦૦થી વધુ બસો રોડ પર દોડાવી જાઈએ, પરંતુ મ્યુ.ટ્રાન્સપોર્ટ સર્વિસના ગેરવહીવટ તથા બિનઆવડતને કારણે આજે ૬૦ ટકાથી પણ ઓછી બસો, અને તેમાં પણ પ૦ ટકાથી વધુ કોન્ટ્રાકટર પર ચાલતી બસો હોવાનું જાણવા મળે છે.

ધોમધોકાર તાપમાં શેડ વગરના બસસ્ટોપ પર બસોની રાહ જાતા સેકડો મુસાફરો જાવા મળે છે. જે બસો રૂટ પર દોડાવવામાં આવે છે. તેમાં રોજથી ૧પથીરપ બસો બ્રેકડાઉનમાં હોય છે. શહેરની એકસમયથી મજબુત તથા આર્શિવાદ ગણાતી, તથા ઘડીયાળને કાંટે મુસાફરોને મળતી લાલ બસોનો વહીવટ આજે ખાડામાં પડયો છે. કરોડો રૂપિયાની ખાધ ભોગવતી આ બસસર્વિસ મુસાફરો મળતા હોવા છતાં ખાડામાં કેમ જતી હશે તે પ્રશ્ન છે.

ઉનાળાની સખત ગરમી, ધોમધખતા તડકે, અને આશરે ર૦૦થી વધુ લાલબસોના ડ્રાઈવરો ગઈકાલથી હડતાલ પર ઉતરતા બસના મુસાફરી કરતા મુસાફરો તથા નોકરીયાતવર્ગો અટવાઈ ગયા છે. બસ અટવાઈ ગયા છે.બસસ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ, જાવા મળે છે. રીક્ષાચાલકો હડતાલનો લાભ લઈ મુસાફરો પાસે વધુ ભાવ માંગતા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

લાલદરવાજા ખાતેના ર૦૦ ડ્રાઈવરો અચાનક હડતાલ પર ઉતરતા, લાલદરવાજાની બસસ્ટોપ જે મુખ્યબસસ્ટોપ છે, ત્યાં અફડાતફડી નો માહોલ સર્જાયો છે. કન્ટ્રોલરોની કેબીનો પણ બંધ જાવા મળે છે. મુસાફરો બસોની રાહ જાઈ ઉભા રહેલા જાવા મળે છે.

જાણવા મળે છે કે પ્રમાણે કોન્ટ્રાકટરોએ છેલ્લા માસથી બસ ડ્રાઈવરોને પગાર ન ચુકવતા તથા ડ્રાઈવરોની ૮ થી વધુ માંગણીઓનો ઉકેલ ન આવતા તેઓ એકાએક હડતાલ પર ઉતરતાં અ.મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વીસ ચોકી ઉઠયું છે. અને શકય તેટલી ઝડપથી લાલ બસોના ડ્રાઈવરો ફરજ ઉપર હાજર થાય તે માટે પ્રયાસ કરી રહયા હોવાનું જાણવા મળે છે.

દરમ્યાનમાં અ.મ્યુ.ટ્રાન્સપોર્ટ સર્વીસના સત્તાવાળાઓએ પ૦ વૈકલ્પિક બસોની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળે છે.
અ.મ્યુ.ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન અતુલ ભાવસારનો ટેલીફોન પર સંપર્ક સાધવા પ્રયત્ન કર્યા પણ ફોન પર સંપર્ક સાધી શકાયો નથી. ર૦૦ ડ્રાઈવરો હડતાળ ઉપર હડતાળ ઉપર ઉતરતા તેની ગંભીર અસર નગરજનો ઉપર તોડવા માને છે. જા જલ્દી ઉકેલ નહી આવે તો વધુ ડ્રાઈવરો હડતાલ પર જાડાય તેવી સંભાવના પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.